GSTV

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીઝના ચેરમેનનું નિવેદન, PAN કાર્ડ કઢાવું બન્યું સરળ

Last Updated on July 8, 2019 by

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે માત્ર આધાર કાર્ડની વિગતો દર્શાવનારા લોકોને આવકવેરા વિભાગ આપમેળે સામેથી પાન એટલે કે પરમેનેન્ટ એકાઉન્ટ નંબર ફાળવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીઝ (સી.બી.ડી.ટી.)ના ચેરમેન પ્રમોદચંદ્ર મોદીએ આજે આ નિવેદન આપ્યું છે.

નવા કેન્દ્રીય બજેટના પ્રસ્તાવ પ્રમાણે માત્ર આધારની વિગતો દર્શાવી રિટર્ન ફાઇલ કરવાની સુવિધા આપવામાં આવશે. તેથી સી.બી.ડી.ટી.ના ચેરમેને આ નિવેદન આપ્યું હતું કે પાન કાર્ડ હજુ અસ્તિત્વમાં છે અને રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારામને તેમની બજેટ સ્પીચમાં કહ્યું હતું કે આવકવેરા રિટર્નમાં પાન અને આધારને એકબીજાના વિકલ્પો તરીકે ઉપયોગ કરી શકાશે.

રિટર્ન ફાઇલ કરવા માટે જે લોકો પાસે પાન કાર્ડ નથી તેમને આધારના નંબરના આધારે રિટર્ન ફાઇલ કરવાની સુવિધા આપવામાં આવશે. જેના આધારે સી.બી.ડી.ટી.ના ચેરમેન પૂછવામાં આવ્યું હતું કે પાન કાર્ડનું અસ્તિત્વ હવે નાશ:પ્રાય થશે કે નહીં? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે પાનનું અસ્તિત્વ જરા પણ જોખમમાં નથી.

જેમની પાસે પાન કાર્ડ નથી તેમની સરળતા માટે આ વધારાની વ્યવસ્થઆ બનાવવામાં આવી છે. રિટર્નમાં માત્ર આધારની વિગતો આપનારા લોકોને આપોઆપ પાન નંબર આપવામાં આવે તેવી શક્યતા છે. રિટર્નનું મૂલ્યાંકન કરનારા આવકવેરા અધિકારીને આવી રીતે પાન નંબર ફાળવવાની સત્તા આપવામાં આવશે.

Read Also

Related posts

Third Wave/ કોરોનાની ત્રીજી લહેરમાં કાલે નોંધાશે સૌથી વધુ કેસ, જાણો કોણે અને શા માટે કર્યો આ દાવો

Damini Patel

રસીકરણ/ કેન્દ્ર સરકારે વેક્સિન માટે જાહેર કરી નવી ગાઇડલાઇન, જાણો કોરોનાથી રિકવર થયાના કેટલા મહિના બાદ અપાશે ડોઝ

Bansari

ભારતમાં તેજીથી વધી રહ્યું છે ઓરલ કેન્સર, દર કલાકે 5 લોકો જીવ ગુમાવી રહ્યા, એક્સપર્ટ પાસે જાણો કેવી રીતે બચી શકાય

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!