GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

મોબાઇલ ધારકોને મોટો ફટકો, કેટલું રિચાર્જ કરાવવાનું છે એ ટેલીકોમ કંપનીઓ નક્કી કરશે

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા હાલ ટેરિફ પ્લાન કે મિનિમમ બેલેન્સ નક્કી કરવાના મામલે હસ્તક્ષેપ કરે તેવી કોઇ આશા નથી. જો કે ટેલિકોમ કંપનીઓ લાંબા સમયથી માગ કરી રહી છે અને તાજેતરમાં જ તેમણે આવનારા દિવસોમાં પોતાના ચાર્જિસ વધારવાની ઘોષણા કરી છે.

કંપનીઓ વધારશે ચાર્જિસ

આ મામલે ટ્રાઇ સાથે સંબંધિત એક સૂત્રએ જણાવ્યું કે ટેલિકોમ ર્વિસીઝ માટે મિનિમમ બેલેન્સ નક્કી કરવા માટે કોઇ નવા પ્રસ્તાવને આ અવસરે લાવવો યોગ્ય નથી. કારણ કે ટેલિકોમ કંપનીઓ પહેલાં જ આવનારા દિવસોમાં ચાર્જિસ વધારવાની ઘોષણા કરી ચુકી છે.

ટ્રાઇનો હસ્તક્ષેપ અંતિમ વિકલ્પ

સૂત્રોએ જણાવ્યું કે આ સમયે ટ્રાઇનું કોઇપણ પગલુ ટેલીકોમ કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવી ચુકેલી પ્રક્રિયાને પાટા પરથી ઉતારી દેશે. ટ્રાઇનું માનવું છે કે તેનો હસ્તક્ષેપ અંતિમ વિકલ્પ હશે. ટેલિકોમ કંપનીઓ પહેલાં જ પોતાના ચાર્જિસમાં વધારો કરવાની ઘોષણા કરી ચુકી છે. તેવામાં હવે ટ્રાઇ આ સ્થિતિ સ્પષ્ટ થાય તેની રાહ જોઇ રહ્યુ છે.

સાથે જ ટેલિકોમ સર્વિસીઝ માટે કોઇપણ પ્રકારના મિનિમમ બેલેન્સ નક્કી કરવા અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. આ અંગે કોઇપણ નિર્ણય આવનારા દિવસોમાં લેવામાં આવશે.

બેઠકમાં અનેક કંપનીઓએ કરી ટ્રાઇના હસ્તક્ષેપની માગ

સૂત્રોએ જણાવ્યું કે બુધવારે ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધિઓની ટ્રાઇ સાથે થયેલી બેઠકમાં ટેલિકોમ સર્વિસીઝ માટે મિનિમમ બેલેન્સ નક્કી કરવુ પ્રમુખ મુદ્દો રહ્યો. ઉદ્યોગનો એક હિસ્સો ઇચ્છે છે કે ટ્રાઇ આ મામલે હસ્તક્ષેપ કરે.

Read Also

Related posts

બારામૂલ્લામાં પેટ્રોલિંગ કરતી સેનાની ટૂકડી પર આંતકીઓનો હૂમલો, એક જવાન ઘાયલ

Mansi Patel

સુરત જિલ્લામાં જોવા મળ્યો સાર્વત્રિક વરસાદ, અહીં જુઓ ક્યાં પડ્યો કેટલો વરસાદ

Pravin Makwana

સુરેન્દ્રનગરમાં ખેડૂત એકતા મંચે પાક વીમા મુદ્દે કર્યો નવતર વિરોધ, ભગવાનને કરી પ્રાર્થના

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!