GSTV

સ્માર્ટફોન લેવો છે અને ખીસ્સામાં છે માત્ર 6 હજાર રૂપિયા, તો આ ત્રણ કંપની છે તમારા માટે બેસ્ટ

Last Updated on March 1, 2020 by Ankita Trada

એન્ટ્રી લેવલ સ્માર્ટફોન ભારતમાં ખૂબ જ પસંદ કરવામા આવે છે. માત્ર 5 થી 6 હજાર રૂપિયાની કિંમતમા તમને ઘણા ઓપ્શન મળી જશે. તો આજે અમે તમને જણાવીશુ તે, ત્રણ એવા ખાસ 4G સ્માર્ટફોન વિશ જેનુ પરર્ફોમેન્સ અને ફીચર્સના મામલામાં તમને પસંદ આવી શકે છે.

શાઓમી Redmi 7A

આ મોબાઈલ ફોનની કિંમત 5999 રૂપિયા છે. જેમાં 5.45 ઈંચ HD Plus ડિસ્પેલ લાગેલુ છે. પરર્ફોમેન્સ માટે તેમાં 2 GHz Octa કોરવાળુ Qualcomm Snapdragon 439 પ્રોસેસર આપવામાં આવ્યુ છે અને તે Android 9 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. સાથે જ આ ફોન 2GB રેમ અને 16 GB ની ઈન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે. માઈક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજને 256GB સુધી વધારી શકે છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં 12 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં 5 મેગપિક્સલનો સેલ્ફી કેમેરો પણ મળે છે. આ એક Dual સિમ સ્માર્ટફોન છે.

રિયલમી C2

આ ફોનમાં 6.1 ઈંચનો HD+ ડિસ્પ્લે લાગેલી છે. આ ફોન 2GB રેમ અને 16 GBની ઈન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે. માઈક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજને 256 GB સુધી વધારી શકાય છે. આ ફોનમાં MediaTek Helio P22 પ્રોસેસર હાજર છે. આ એક Dual સિમ સ્માર્ટફોન છે, જે Android 9.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોટોગ્રાફી માટે 13 + 2 મેગાપિક્સલનો રિયર કેમેરો મળે છે, જ્યારે કે સેલ્ફી માટે તેમાં 8 મેગપિક્સલનો સેલ્ફી કેમેરો મળે છે. આ ફોનની કિંમત માત્ર 6889 રૂપિયા છે.

Honor 7S

Honor 7S ના આ ફોનમાં 5.45 ઈંચની LCD ની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 1.5 GHz Quad કોર પ્રોસેસર આપવામાં આવ્યુ છે. સાથે જ તેમાં 2 GB રેમ અને 16 GBનુ ઈન્ટરનલ સ્ટોરેજ પણ આપવામાં આવ્યુ છે. માઈક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજને 256GB સુધી વધારી શકાય છે. Honor 7S Android 8.1 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ફોટોગ્રાફી માટે 13 મેગાપિક્સનો રિયર કેમેરો અને તેમાં 5 મેગપિક્સલનો સેલ્ફઈ કેમેરો પણ મળે છે. આ ફોનની કિંમત 5999 રૂપિયા છે.

READ ALSO

Related posts

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!