GSTV

પટેલોનો પાવર: કડવા-લેઉઆ એક થયાં, કોઈ પણ બેઠકમાં હવે ખાલી ‘પાટીદાર’ શબ્દ જ લખાશે

Last Updated on June 12, 2021 by Pravin Makwana

ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી આવી રહી છે, ત્યારે અત્યારથી જ પાટીદાર સમાજ સક્રિય થયો છે. ચૂંટણી પહેલા રાજકોટના કાગવડ ખાતે ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદારો એક મંચ પર આવ્યા છે. જ્યાં સમાજથી માંડીને રાજકારણ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ છે. અત્યાર સુધી લેઉવા અને કડવા પાટીદાર લખાતુ હતું. પરંતુ હવે પાટીદાર સમાજની કોઈપણ બેઠકમાં માત્ર પાટીદાર બેઠક શબ્દ જ લખાશે તેવો નિર્ણય લેવાયો છે.

વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કાગવડના ખોડલધામમાં કડવા-લેઉઆ પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળતા રાજકીય ગરમાવો આવ્યો છે. પાંચ મહિનામાં બીજી વખત લેઉઆ-કડવા પાટીદારો એક મંચ પર આવ્યા છે. પાટીદારોની આ બેઠકથી ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલ પાથલ થવાના એંધાણ છે. આ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો કે હવે પાટીદાર સમાજની કોઈપણ બેઠકમાં માત્ર પાટીદાર બેઠક શબ્દ જ લખાશે. કડવા કે લેઉવાનો ઉલ્લેખ નહીં કરાય..

વિશ્વભરમાં પથરાયેલી પાટીદારોની વિવિધ સંસ્થાને એક કરવા માટે આ બેઠકમાં ચર્ચા થઈ. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે 2022ની ચૂંટણી જીત્યા બાદ પાટીદાર મુખ્યપ્રધાન બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે. તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે.

 ગુજરાતમાં પાટીદાર પાવરની વાત કરીએ તો રાજ્યની વસતી પૈકી 15 ટકા પાટીદારો છે. હાલ નાયબ મુખ્યમંત્રી સહિત સાત મંત્રીઓ છે. તો કુલ 44 પાટીદાર ધારાસભ્યો છે. કુલ 9 સાંસદો છે. જેમાં 6 લોકસભામાં અને 3 રાજ્યસભામાં છે. 35થી વધુ આઈએએશ સહિત વહીવટી તંત્રમાં ઉચ્ચ અધિકારીઓ છે. તો 40થી વધુ આઈપીએસ સહિત પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ છે. આ બેઠકમાં પાટીદાર સમાજના અધિકારો અને સમાજને વધુમાં વધુ પ્રભુત્વ મળે તેવા પ્રયાસો પર ભાર મુકાયો હતો.

READ ALSO

Related posts

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah

કહાની ઘર ઘર કી / સાસુ-વહુના કજિયાએ ઉગ્ર સ્વરૃપ ધારણ ધર્યું, બુધેલ ગામે વેવાઈ વિફર્યા, મારામારીમાં પાંચ ઈજાગ્રસ્ત

Zainul Ansari

Man vs Wild / સિંહોની પાછળ માલધારી દોડ્યા, વાડાનો દરવાજો ખુલ્લો રહી જતાં થઈ જોયા જેવી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!