ગુજરાતમાં છેલ્લા દોઢ કરતાં વધુ સમયથી કોરોનાના કેસ નિયંત્રણમાં છે. એપ્રિલ-મે દરમિયાન અમદાવાદની હોસ્પિટલોમાં દાખલ થવા માટે હોસ્પિટલોમાં કલાકો સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ હવે એ સ્થિતિ છે કે અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં કુલ ૫૭૯૯ બેડમાંથી માત્ર ૧ જ દર્દી સારવાર હેઠળ છે. જોકે, ડોક્ટરોના મતે કોરોના કેસ હાલમાં ભલે ઘટી રહ્યા હોય પરંતુ કોરોના વાયરસ હજુ આપણી વચ્ચેથી ગયો નથી. જેના કારણે ઓછા કેસથી વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જવાની લોકોની બેદરકારી ત્રીજી લહેરને ઝડપથી આમંત્રણ આપી શકે છે.

અમદાવાદમાં માત્ર ૮૫ એક્ટિવ કેસ : ડોક્ટરોના મતે, ‘કેસમાં ભલે ઘટાડો થયો હોય પણ કોરોનાને હળવાશથી લેવો જોઇએ નહીં’
ગુજરાતમાં હાલ ૪૦૦થી પણ ઓછા એક્ટિવ કેસ છે અને તમામ જિલ્લાઓમાં એક્ટિવ કેસનો આંક ૯૦થી પણ નીચે છે. શનિવારની સ્થિતિએ અમદાવાદમાં કોરોનાના માત્ર ૮૫ એક્ટિવ કેસ છે. કોરોનાના ઘટતા કેસથી હવે હોસ્પિટલમાં દાખલ દર્દીનું પ્રમાણ છેલ્લા એક મહિનાની સરખામણીએ સંપૂર્ણ ઘટી ગયું છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ એસોસિયેશન દ્વારા જારી અહેવાલ પ્રમાણે ૨૦ જુલાઇએ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો એકપણ દર્દી સારવાર હેઠળ નહોતો. કોરોનાએ પગપેસારો કર્યો બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો એકપણ દર્દી સારવાર હેઠળ ન હોય તેવું પ્રથમવાર બન્યું હતું.

એસવીપીમાં ૫૭, સિવિલ મેડિસિટીમાં માત્ર ૧૫ દર્દી
હાલ એકમાત્ર દર્દી નારણપુરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દી માટે કુલ ૫૭૯૯ બેડ્સ છે. જેમાં આઇસોલેશનમાં ૨૭૮૭, એચડીયુમાં ૨૦૮૫, આઇસીયુ વેન્ટિલેટર વિનામાં ૬૫૧, આઇસીયુ વેન્ટિલેટર સાથેમાં ૨૭૫ બેડ્સનો સમાવેશ થાય છે. બીજી તરફ ૨૫ જુલાઇની સ્થિતિએ સિવિલ મેડિસિટીમાં ૧૨૦૦ બેડ્સમાંથી કોરોનાના માત્ર ૧૫ દર્દી સારવાર હેઠળ છે. બીજી તરફ એસવીપી હોસ્પિટલમાં ૩૨૩માંથી માત્ર ૫૭ દર્દી સારવાર લઇ રહ્યા છે જ્યારે એલજી હોસ્પિટલમાં એકપણ દર્દી નથી.
બરાબર એક ૨૦ દિવસ અગાઉની વાત કરવામાં આવે તો અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ૭, એસવીપીમાં ૫૫, સિવિલ મેડિસિટીમાં ૩૦ દર્દી સારવાર હેઠળ હતા. કોરોનાની બીજી લહેર દરમિયાન અમદાવાદમાં પ્રતિ દિવસે મેડિકલ ઓક્સિજનની ખપત ૨૮૦ ટન થઇ ગઇ હતી અને તે હવે ઘટીને ૧૦૦ ટન થઇ ગઇ છે.
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ
કેટેગરી કુલ બેડ્સ ખાલી બેડ્સ
- આઇસોલેશન ૨૮૪૧ ૨,૮૪૧
- એચડીયુ ૨૧૬૮ ૨,૧૬૭
- આઇસીયુ વેન્ટિલેટર વિના ૬૭૦ ૬૭૦
- આઇસીયુ વેન્ટિલેટર સાથે ૨૮૦ ૨૮૦
- કુલ ૫,૯૫૯ ૫,૯૫૮
Read Also
- મ્યાનમાર : નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ ચીને ભ્રષ્ટાચારના આરોપમાં 6 વર્ષની જેલ
- મોટા સમાચાર / નીતિશ સરકારમાં ‘મોટા ભાઈ’ની ભૂમિકામાં તેજસ્વી, આવતીકાલે 31 મંત્રીઓ લેશે શપથ
- ઈરાને સલમાન રશ્દી પર થયેલા હુમલામાં હાથ હોવાથી કર્યો ઇનકાર, લેખકના સહયોગીઓ પર મૂક્યો આરોપ
- ઓમિક્રોન વેરિઅન્ટ માટે પણ રસી બનાવવામાં આવી, બ્રિટને મોડર્નાની અપડેટ કરેલી રસી મંજૂર કરી
- બિગ ન્યૂઝ / 2002ના ચકચારી બિલ્કિસ બાનો બળાત્કાર કેસના 11 આરોપીઓને ગુજરાત સરકારે કર્યા સજા-મુક્ત, ગોધરા જેલમાં કાપી રહ્યા હતા સજા