ફક્ત આ બે ખેલાડીઓએ IPLમાંથી અત્યાર સુધી કમાવ્યા 100 કરોડ રૂપિયાથી પણ વધુ

આઈપીએલની શરૂઆત વર્ષ 2008માં થઇ હતી, ત્યારથી લઇને આજ સુધી તેમાંથી ફક્ત બે ક્રિકેટર એવા છે, જેઓ અત્યાર સુધી પગાર તરીકે 100 કરોડ રૂપિયાથી વધુ કમાયા છે, પરંતુ આવનારી સિઝન બાદ વિરોટ કોહલી પણ આ યાદીમાં સામેલ થઇ જશે.

આઈપીએલમાંથી અત્યાર સુધી 100 કરોડ રૂપિયા કમાનાર ખેલાડીઓમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા સામેલ છે. આ બંને ખેલાડીઓએ પોતાની ટીમોને ત્રણ-ત્રણ વખત આઈપીએલમાં વિજેતા બનાવી છે, જ્યારે ચેન્નઈ પર 2 વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો.

ધોની નંબર વન

વર્ષ 2008થી આઈપીએલ રમી રહેલ ધોની ચાલુ વર્ષે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરતા ફરી એક જોવા મળશે. જો આગામી સિઝનનો પગાર જોડવામાં આવે તો ધોની અત્યાર સુધી આઈપીએલમાંથી કુલ 122.8 કરોડ રૂપિયાનો પગાર કમાશે.

બીજા નંબર પર છે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા

રોહિત શર્માએ વર્ષ 2008 થી 2018 સુધી પગાર રૂપે આઈપીએલમાંથી 101.6 કરોડ રૂપિયા કમાયા છે. આ સિઝનના પગારને તેમની આવક સાથે જોડાય તો તેમનો પગાર 116.60 કરોડ પહોંચી જશે. એવામાં તેઓ આઈપીએલના પગારના રેન્કિંગમાં બીજા નંબર પર છે.

કોહલી પણ સામેલ થશે 100 કરોડની ક્લબમાં

100 કરોડની ક્લબમાં હજી સુધી ફક્ત બે જ ખેલાડી સામેલ છે, પરંતુ ચાલુ વર્ષની આઈપીએલ સિઝન બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ તેમાં પણ સામેલ થઇ જશે. આ સિઝનને ધ્યાનમાં રાખીને વિરાટ કોહલીનો કુલ પગાર 109.20 કરોડ થઇ જશે. વિરાટ કોહલી વર્તમાનમાં આઈપીએલમાં સૌથી વધુ 17 કરોડ રૂપિયા મેળવનાર ખેલાડી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter