GSTV
Home » News » ધારાસભ્યોનાં રાજીનામાં વિશ્વાસપાત્ર હશે તો જ સ્વીકારીશ : કર્ણાટક સ્પીકર

ધારાસભ્યોનાં રાજીનામાં વિશ્વાસપાત્ર હશે તો જ સ્વીકારીશ : કર્ણાટક સ્પીકર

કર્ણાટકમાં રાજકીય ડ્રામા હજુ પણ જારી છે. અત્યાર સુધીમાં 16 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જ્યારે બીજી તરફ હવે આ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવા કે નહીં તેનો નિર્ણય સ્પીકર દ્વારા લેવામાં આવશે. જોકે રાજીનામા આપ્યાને એક સપ્તાહ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતા કોઇ નિર્ણય ન લેવાયો હોવાથી સ્પીકર પર રાજીનામા આપનારા ધારાસભ્યો આક્ષેપ લગાવવા લાગ્યા છે.

 જે 16 રાજીનામા આપ્યા તેમાં આઠ જેટલા ભુલ ભરેલા હોવાથી તેને પરત મોકલ્યા હતા, બાદમાં આ ધારાસભ્યોએ સુધારીને યોગ્ય ફોર્મેટમાં રાજીનામા આપ્યા છે, આ પરિસ્થિતિ વચ્ચે હવે સ્પીકર રમેશ કુમારે જણાવ્યું છે કે રાજીનામાની વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખવામાં આવશે બાદમાં નિર્ણય લઇશ. 

સ્પીકરે સાથે જણાવ્યું હતું કે મે કેટલાક ધારાસભ્યોને સવાલો પૂછ્યા હતા અને તેના જવાબ પણ તેઓએ આપ્યા છે. અગાઉ ભૂલ ભરેલા રાજીનામા મને મળ્યા હતા હવે તેઓએ સુધારેલા રાજીનામા આપ્યા છે, આ રાજીનામા કેટલા વિશ્વસનીય અને યોગ્ય છે તે અંગે હવે નિર્ણય લેવામાં આવશે.

હાલ તેના ફોર્મેટ યોગ્ય છે તેવું પણ સ્વીકરે જણાવ્યું છે. બીજી તરફ મુખ્ય પ્રધાન કુમાર સ્વામી રાજીનામુ આપે તેવી માગણી ભાજપ કરી રહ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ યેદિયુરપ્પાની આગેવાનીમાં ભાજપે કુમારસ્વામીના રાજીનામાની માગ સાથે પ્રદર્શન કર્યું હતું. ભાજપની માગને ધ્યાનમાં રાખીને કુમાર સ્વામીએ પણ વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ સમગ્ર ઘટનાક્રમમાં મારે કેમ રાજીનામ આપવું જોઇએ? મારો કોઇ જ દોષ નથી તો મારા રાજીનામાની માગણી ભાજપ કેમ કરી રહ્યું છે તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.

જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમણે કુમારસ્વામીની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા, તેથી જ ભાજપ હવે કુમારસ્વામીના રાજીનામાની માગ કરી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને વ્હીપ જારી કર્યું છે અને વિધાનસભામાં શુક્રવારે શરૂ થનારા સત્રમા હાજર રહેવા કહ્યું છે. જે ધારાસભ્યો હાજર ન રહે તેમની વિરૂદ્ધ કાર્યવાહીની પણ ચેતવણી આપી છે.

READ ALSO

Related posts

ગુજરાત સરકાર વિવિધ મહોત્સવો પાછળ કરે છે કરોડોનું એંધાણ, જાણો ક્યા કેટલાં વાપર્યા

Mansi Patel

ICCની ટીમ ઓફ ટૂર્નામેન્ટથી બહાર દુનિયાનો નંબર-1 બેટ્સમેન વિરાટ કોહલી, 2 ભારતીયને મળી તક

Path Shah

ગઠબંધન સરકાર બચાવવા અંતિમ પ્રયાસ, વિશ્વાસ મત પાછળ ધકેલવા પાછળ આ કારણ છે જવાબદાર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!