GSTV
Gujarat Government Advertisement

ચલ ઉડ જા રે પંછી / વસતી ગણતરી દરમિયાન કચ્છમાં જોવા મળ્યાં માત્ર ચાર જ સારસ

Last Updated on June 11, 2021 by Dhruv Brahmbhatt

પર્યાવરણ અને પ્રકૃતિના નિકંદનને કારણે વિવિધ સજીવોની વસતી ઘટી રહી છે. કચ્છમાં અગાઉ ઘોરાડની વસતી ઘટીને 20થી પણ ઓછી નોંધાઈ ચૂકી છે. એ પછી હવે કદાવર પક્ષી સારસનો વારો આવ્યો છે. તાજેતરમાં સારસની ગણતરી કરી ત્યારે ખબર પડી કે ગણીને ચાર પક્ષી વધ્યા છે.

પક્ષી સંવર્ધન ક્ષેત્રે કામ કરતી ગુજરાતની બર્ડ કન્ઝર્વેશન સોસાયટીએ આ ગણતરીની કામગીરી કરી હતી. એ દરમિયાન બે દિવસ સુધી વિવિધ ૯ તાલુકાઓમાં ૨૪ જેટલા સભ્યોની ટીમ વન-વગડો ખૂંદી વળી હતી અને પક્ષીઓની નોંધ કરી હતી. તેમની સાથે વન વિભાગનો સ્ટાફ પણ મદદરૂપ બન્યો હતો.

સારસની ઊંચાઈ સામાન્ય રીતે ચાર-પાંચ ફીટ સુધીની હોય છે

સારસ ક્રેન એ કદાવર પક્ષી છે, એટલે કોઈ ગણતરી વખતે ધ્યાન બહાર રહી જાય એ શક્ય નથી. તેની ઊંચાઈ સામાન્ય રીતે ચાર-પાંચ ફીટ સુધીની હોય છે. દૂરથી જ તેને સરળતાથી જોઈ શકાય છે.

(પ્રતિકાત્મક તસવીર)

આ પક્ષીઓ રાજસ્થાનના રણના આકરા વિસ્તારને બાદ કરતાં લગભગ આખા ઉતર ભારતમાં જોવા મળે છે. વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વિશ્વકક્ષાએ કામ કરતી સંસ્થા વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડના આંકડા કહે છે કે ભારતમાં આ પક્ષી 15-20 હજાર જેટલા, જ્યારે વિશ્વમાં 35 હજાર જેટલા છે. આ આંકડો મોટો હોવા છતાં પક્ષીઓની સંખ્યાની દૃષ્ટિએ બહુ નાનો ગણવો જોઈએ.

(પ્રતિકાત્મક તસવીર)

મધ્ય ગુજરાતમાં આ પક્ષીઓની વસતી જોવા મળે છે

મધ્ય ગુજરાતમાં આ પક્ષીઓની વસતી જોવા મળે છે. પરંતુ કચ્છમાં 2013-14માં સંખ્યા 15 હતી એ ઘટીને ચાર જ રહી ગઈ છે. એ બતાવે છે કે આ અને આવા અનેક પક્ષીઓના આવાસ ક્ષેત્રો સતત ઘટી રહ્યાં છે. આ પક્ષીઓ જળાશયના કાંઠે જ રહેવા ટેવાયેલા છે. કમનસીબે જળાશયો જ ઓછા થતાં જાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાલનપુરમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મેલું બાળક, 9 વર્ષ પછી થયું સફળતાપૂર્વક ઓપરેશન

Vishvesh Dave

કોરોના સંક્રમણ/ પહેલી અને બીજી લહેરમાં આટલા બાળકો થયા સંક્રમિત, આખરે સરકારે કર્યો ખુલાસો

Pritesh Mehta

એક વર્ષ પૂર્ણ/ જવાનોની શહાદતને યાદ કરીને સોનિયાએ મોદી સરકાર પર માર્યા ચાબખા, હજુ પણ નથી થયું સ્પષ્ટીકરણ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!