આ છે ભારતનો એક માત્ર સળગતો જ્વાળામુખી, સતત લાવા બહાર ફેકી રહ્યો છે

ઘણીવાર જ્વાળામુખીની તુલના સૂતેલા રાક્ષસ સાથે કરવામાં આવે છે. જે જાગતા જ સામે આવતી દરેક વસ્તુને ખતમ કરી નાખે છે. ભારતમાં પણ એક સક્રિય જ્વાળામુખી છે જે ક્યારેક ક્યારેક જાગતો અને લાવા બહાર કાઢતો રહે છે. આ જ્વાળામુખી છે બેરન આઇલેન્ડ જ્વાળામુખી, જે અંદામાન-નિકોબાર ટાપુઓના પૂર્વ ભાગમાં છે. બેરન દ્વીપ સુમહ જ નહી, પણ સમગ્ર દક્ષિણ એશિયાનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે.

આ જ્વાળામુખી અંદામાનની રાજધાની પોર્ટ બ્લેરથી આશરે એક હજાર કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં છે. લગભગ ત્રણ કિમીમાં ફેલાયેલો બેરન આઇલેન્ડ જ્વાળામુખીની આસપાસ કોઈ હરિયાળી અથવા કોઈ વસતી કે પછી કોઈ પણ જીવંત પ્રાણી પણ નથી. એ જ કારણ છે કે આ ભાગને બેરન એટલે કે બંજર નામ આપવામાં આવ્યું. સૌપ્રથમ વર્ષ 1787માં આ જ્વાળામુખીમાંથી ધૂમાડા અને લાવા નીકળતો જોવા મળ્યો હતો, ત્યારથી અત્યાર સુધી 11 વખત જ્વાળામુખી ફાટ્યો છે. આ જ કારણ છે કે તેની આસપાસ પણ જવા માટે ટાપુઓના વન-વિભાગથી વિશેષ પરવાનગી લેવી પડે છે.

સુનામીના સમયે પણ આ જ્વાળામુખી સતત ધવકતો રહ્યો હતો. જેના કારણે વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે પૃથ્વીની ગર્ભાશયની અંદર કોઈ પણ પ્રકારની હલચલથી જ્વાળામુખી ફાટે છે. આ જ વર્ષે સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયામાં ભૂકંપ દરમિયાન પણ સક્રિય થયો હતો. ત્યાં આવેલા ભયાનક ધરતીકંપની તીવ્રતા 7.5 મેગ્નીટ્યૂડ હતી, જેમાં હજારો લોકોનાં જીવ ગયા હતા. ત્યારબાદ બેરન જ્વાળામુખીમાંથી પણ ધુમાડા નીકળ્યાં હતા. જોકે છેલ્લે વર્ષ 2016માં આ ફાટ્યો હતો અને ઘણા દિવસો સુધી લાવા બહાર નીકળતો હતો.

આ રીતે મદદરૂપ થશે

જિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા સેટેલાઈટ દ્વારા સતત આ જ્વાળામુખી પર દેખરેખ રાખવામાં આવે છે. અને તેનાં દ્વારા પૃથ્વીની અંદરની હલચલ રેકોર્ડિંગમાં પણ મદદ મળે છે. સાથે સાથે ઈસરો પણ બેરન આઇલેન્ડમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન જોઈ રહ્યું છે. અને હવે એવી આશા છે કે તેની આકૃતિ, અંતર અને લાવાની વહેવાની દિશાથી ભવિષ્યમાં કુદરતી કટોકટીની પણ પહેલા જ સુચના મળી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter