GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

દેશમાં કોરોનાના નવા 50 હજાર કેસ થતાં લાગ્યા ફક્ત 7 દિવસ, અત્યાર સુધી રહી છે આ સ્થિતિ

દેશમાં કોરોના સંક્રમણની ગતિ હવે તેજ બની રહી છે. દેશમાં અત્યાર સુધી 207970 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. દેશમાં જો કોરોના સંક્રમણના ચાર તબક્કાની વાત કરીએ તો છેલ્લા 1 લાખ નવા પોઝીટીવ કેસ 15 દિવસમાં નોંધાયા છે.જ્યારે પ્રથમ 1 લાખ પોઝીટીવ થવા સુધીમાં 110 દિવસનો સમય રહ્યો હતો. દેશમાં પ્રથમ પોઝીટીવ નોંધાયા બાદ 50 હજાર સુધી પહોંચતા 98 દિવસ લાગ્યા હતા. દેશમાં છેલ્લે નવા 7 જ દિવસમાં કોરના સંક્રમણનો આંક 50 હજાર થયો છે.

કોરોના

30 જાન્યુઆરીએ દેશમાં સૌથી પહેલો કોરોના પોઝીટીવ

30 જાન્યુઆરીએ દેશમાં સૌથી પહેલો કોરોના પોઝીટીવ મળી આવ્યો હતો . 50 હજારનો આંક પાર થતાં સુધીમાં 6 મે આવી ગઈ હતી. 6 મેના રોજ દેશમાં 53007 પોઝીટીવ થયા હતા. જે પછી વધુ 50 હજારનો આંક નોંધાતા એટલે કે કોરોના પોઝીટીવનો આંક 1 લાખ સુધી પહોંચતા 12 દિવસ થયા હતા. દેશમાં 18 મેના કોરોના પોઝીટીવનો આંક 1 લાખને પાર થયો હતો. 1 લાખ પછીથી વધુ નવા 50 હજાર પોઝીટવ કેસ થતાં ફક્ત 8 દિવસ લાગ્યા હતા. નવા 50530 પોઝીટીવ કેસ ઉમેરતાં કુલ આંક 1,50,856 થયા ત્યારે દેશમાં મે મહિનાની 26 તારીખ થઈ હતી. 1.50 લાખથી 2 લાખનો આંક પાર થતાં હવે તેમાં દિવસો ઘટીને 7 દિવસ થયા છે. અર્થાત 2 જૂન સુધીમાં દેશમાં કોરોના પોઝીટીવની સંખ્યા 2 લાખનો આંક પાર ગઈ છે.

દર 50 હજાર કેસ નોંધાતા લાગેલ સમય

કેસદિવસતારીખ
130 જાન્યુઆરી
53007986 મે
1003261218 મે
150856826 મે
20719172 જૂન

દેશમાં કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી એ હકિકત છે. દેશમાં કોરોનાએ પોતાની હાજરી પૂરાવ્યાના 125 દિવસ પૂરા થઈ ગયા છે. ત્યારે અત્યાર સુધીના સૌથી વધારે કેસ 125 દિવસે જોવા મળ્યા છે. દેશમાં 2 જૂને કોરોનાના દેશમાં 125મા દિવસે સૌથી વધારે 8909 નવા પોઝીટીવ કેસ આવ્યા હતા. દેશમાં 4 વખત લોકડાઉન લગાવ્યા પછી 5મા લોકડાઉનને બદલે અનલોક 1 કરાયું છે. દેશમાં છૂટછાટો વધ્યાના બીજા દિવસે આંક સૌથી વધારે આવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધારે 8909 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જે પછીથી બુધવારે કોરોના સંક્રમણનો આંક 207615 પર હોંચી ગયો છે. તો 217 લોકોના મોત થયાછે. જે પછીથી દેશમાં કોરોનાને લઈને મોતનો આંક વધીને 5815 થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંક મુજબ દેશમાં હાલમાં 101497 લોકોની સારવાર ચાલી રહી છે. તો અત્યાર સુધી 100302 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી 48.31 ટકા લોકો સાજા થઈ ચૂક્યા છે.

સૌથી વધુ પ્રભાવિત દેશોમાં 7મા સ્થાને

આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે અમેરિકા, બ્રાઝીલ, રશિયા, બ્રિટેન, સ્પેન અને ઈટાલી બાદ ભારત પણ હવે કોરોના સંક્રમણમાં મામલે સૌથી વધુ પ્રભાવિત દેશોમાં 7મા સ્થાને પહોંચી ગયું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 217 લોકોના મોત થયા તેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 103 લોકોના મોત થયા છે. આ પછી રાજધાની દિલ્લીમાં પણ 33, ગુજરાતમાં 29, તામિલનાડુમાં 13 અને પશ્ચિમ બંગાળમાં 10 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશમાં 6, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 5 લોકોના મોત થયા છે. તેલંગાણામાં 4 લોકો અનેહરિયાણા, જમ્મુ કાશ્મિરમાં 2 લોકોના મોત થયા છે. કેરળ, ચંદિગઢ, લદાખ, પંજાબ અને ઉત્તરાખંડમાં 1 1 લોકોનું મોત થયું છે.

દેશમાં અત્યાર સુધી 5815 લોકોના મોત થયા

કોરોના વાયરસને લઈને દેશમાં અત્યાર સુધી 5815 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 2465 લોકોના મોત થયા છે. તે પછી બીજા નંબરે ગુજરાતમાં પણ કોોરનાને કાણે મોતનો આંક 1 હજારને પાર થઈ ગયો છે. ગુજરાતમાં 1092 લોકોના મોત થયા છે. દિલ્લીમાં 556, મધ્યપ્રદેશમાં 364, પશ્ચિમ બંગાળમાં 335, ઉત્તર પ્રદેશમાં 222 અને રાજસ્થાનમાં 203 લોકોના મોત થયા છે. તામિલનાડુમાં પણ મોતનો આંક 197 થયો છે. તેલંગાણામાં 92 લોકોના મોત થયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મૃતકોમાં 70 ટકાથી વધારે લોકો પહેલાથી જ અન્ય કોઈ બીમારીનો શિકાર બનેલા હતા.
ICMR ના વૈજ્ઞાનિક ડો. નિવેદિતા ગુપ્તાએ કહ્યું હતુ ંકે ભારતમાં હજુ કોરોનામામલે ચરમ સ્થિતિથી ઘણો દૂર છે. આપણા પગલાંઓ ખૂબજ કારગર સાબિત થયા છે. બાકી દેશોની તુલનામાં આપણે ખૂબજ સારી સ્થિતિમાં છીએ. જેને તમે અન્ય દેશોના ડેટા સાથે સરખાવશો તો ખ્યાલ આવશે.

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!