GSTV
Gujarat Government Advertisement

કોરોનાને નાથવા AMCનો મહત્વનો નિર્ણય : અમદાવાદની તમામ પ્રાઇવેટ ઓફિસો કે સંસ્થાઓમાં 50 % જ સ્ટાફ બોલાવાશે

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણને લઇને તાજેતરમાં જ સરકારી કચેરીઓને 50 % સ્ટાફ સાથે ચાલુ રાખવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત અન્ય અધિકારી / કર્મચારીઓને ઘરેથી જ વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે એવી રાજ્ય સરકાર દ્વારા સૂચનાઓ પણ અપાઇ છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા યોગ્ય પગલાંઓ લેવામાં આવ્યાં છે.

ઔદ્યોગિક એકમોને આમાંથી મુક્તિ આપવામાં આવી

તાજેતરમાં જ ગૃહ વિભાગના આદેશ મુજબ કોરોના સંક્રમણને કાબુમાં લેવા AMC એ પણ મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં તમામ પ્રકારની ખાનગી ઓફિસો, સંસ્થાઓ અને કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓએ 50 % ના સ્ટાફ સાથે જ હાજર રહેવાનું રહેશે અથવા તો ઓલ્ટરનેટ ડે પર કર્મચારીઓ ફરજ ઉપર આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે આ પ્રકારનો AMC એ નિર્ણય કર્યો છે. જો કે, ઔદ્યોગિક એકમોને આમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.

રાજ્ય સરકાર દ્વારા પણ પરિપત્ર બહાર પડાયો

ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે સતત વધતું જઇ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તમામ સરકારી/અર્ધસરકારી/બોર્ડ/કોર્પોરેશનની કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ કોરોનાના ભોગ ન બને તે માટે પૂરતી તકેદારી લેવાના ભાગરૂપે કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે.

30/04/2021 સુધી સરકારી કચેરીઓ 50 % સ્ટાફ સાથે ચાલુ રાખવી

જે અંતર્ગત તારીખ 15/04/2021 થી તારીખ 30/04/2021 સુધી સરકારી કચેરીઓ 50 % સ્ટાફ સાથે ચાલુ રાખવી. જ્યારે અન્ય અધિકારી / કર્મચારીઓએ ઘરેથી જ વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે. જો કે, મોબાઇલ ફોન અને ઇ-મેઇલ પર ઉપલબ્ધ રહેવું પડશે. આ સિવાય જાહેર સેવાના વિતરણ સંબંધમાં કોઇ અડચણ ન આવે તે માટે તમામ સ્ટાફે ઉપસ્થિત રહેવું પડશે. આ સિવાય તારીખ 30/04/2021 સુધી તમામ સરકારી કચેરીઓ તમામ શનિ-રવિ બંધ રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખાતરનો ભાવવધારો/ કોરોનામાં ગુજરાતના ખેડૂતો બરબાદ, રૂપિયા 1200 કરોડનો જગતના તાતને પડશે ફટકો

Bansari

બૂમરાણ/ સિવિલની 2000ની ડિમાન્ડ સામે મળ્યા માત્ર 275, કોરોના બાદ હવે ગુજરાતમાં નથી મળી રહ્યાં આ ઈન્જેક્શન

Damini Patel

ચિંતાનો વિષય/ અમદાવાદમાં ICU અને ઓક્સિજનના 8052 બેડ હજુ ભરાયેલા, જાણી લો કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!