GSTV
Home » News » શહેરમાં ફક્ત 5.25 ટકા ગ્રીનરી,વૃક્ષોને કાપી શહેરને અગનભઠ્ઠીમાં ફેરવવા માટે ખુદ તંત્ર જવાબદાર

શહેરમાં ફક્ત 5.25 ટકા ગ્રીનરી,વૃક્ષોને કાપી શહેરને અગનભઠ્ઠીમાં ફેરવવા માટે ખુદ તંત્ર જવાબદાર

અમદાવાદમાં ફક્ત 5.25 ટકા ગ્રીનરી છે.જેમાં વધારો કરવાના બણગા દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફૂંકવામાં આવે છે. દર ચોમાસામાં લાખો રૂપિયાના ખર્ચે ટ્રી ગાર્ડ ખરીદવામાં આવે છે અને મનપાની તિજોરીમાંથી વૃક્ષારોપણ માટે પાણીની જેમ પૈસા વપરાય છે.

પરંતુ આઘાતજનક બાબત એ છે કે ખુદ તંત્ર દ્વારા વિભિન્ન પ્રોજેક્ટ માટે છેલ્લા 5 વર્ષમાં 4 હજાર 48થી વધુ લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે. અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની મહાનગરપાલિકાની ઝૂંબેશ ફક્ત કાગળ પર જ રહી ગઇ છે.અમદાવાદના અનેક વિસ્તારોમાંથી હરિયાળી દિનપ્રતિદિન ગાયબ થઇ રહી છે. આજે પરિસ્થિતિ એવી છે કે અમદાવાદ ગ્રીનરીના મામલે વડોદરા રાજકોટ અને ભાવનગર કરતાં પણ ક્યાંય પાછળ છે.

અમદાવાદ કરતાં રાજકોટમાં ગ્રીનરી વધારે છે. વૃક્ષોના મામલે ફક્ત સુરત જ અમદાવાદથી પાછળ છે. અમદાવાદમાં વૃક્ષોને કાપી શહેરને અગનભઠ્ઠીમાં ફેરવવા માટે ખુદ તંત્ર જવાબદાર છે.તંત્રની સંમતિથી છેલ્લા 5 વર્ષમાં કુલ 4 હજાર 48 લીલાછમ વૃક્ષોનો ખુડદો બોલાવાયો છે. બીઆરટીએસ,મેટ્રો રેલ અને હાઇવે સહિતના પ્રોજેકટના કારણે બહોળી સંખ્યામાં વૃક્ષોનો સોથ વાળી દેવાયો છે.જ્યારે સત્તાવાળાઓની મંજૂરી વગર તો ત્રણ થી ચાર ગણાં લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી નંખાયું છે.

વર્ષ 2011-12માં ફક્ત 219 વૃક્ષ કપાયા હતા. જ્યારે કે વર્ષ 2014-15માં 744 વૃક્ષો કાપવામાં આવ્યા હતા. તો 2015-16માં 613. 2016-17માં 771.2017-18માં 922 અને ગત વર્ષે 2018-19માં સૌથી વધુ 998 વૃક્ષો કાપવામાં આવ્યા છે.વિપક્ષે શાસક પક્ષ વિકાસના નામે વિનાશ કરી રહ્યો છે તેવો આક્ષેપ કર્યો છે… તો બીજી તરફ શાસક પક્ષનું કહેવું છે કે જે વૃક્ષ કાપવા જરૂરી હોય તેને જ મંજૂરી અપાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અમદાવાદીઓને કેટલાક વિસ્તારમાં સમ ખાવા પૂરતો એક વૃક્ષનો પણ છાંયડો મળતો નથી. તો બીજી તરફ અમદાવાદ હરિયાળા વૃક્ષોના મામલે ઘણુ પાછળ પડી ગયું છે તે ખૂબ શરમજનક વાત છે.

READ ALSO

Related posts

આંતર કોલેજ એકાંકી સ્પર્ધા, છ એકાંકી ફાઈનલ માટે પસંદ કરવામાં આવ્યા

Nilesh Jethva

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!