GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કોંગ્રેસ અને ભાજપના સભ્યો અહીં એક થઈ ગયા અને ઘનશ્યામ સોલંકી થઈ ગયા ઘરભેગા, નીતિનભાઈને થશે મોટો ફાયદો

નીતિન પટેલ

મહેસાણા પાલિકામાં પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત કેટલાક દિવસથી રાજકારણ ગરમાયું હતું. જેમાં ભાજપ, કોંગ્રેસ બંને પક્ષો સત્તા મેળવવા અજ્ઞાતવાસ વિતાવ્યા બાદ સોમવારના રોજ પાલિકા સભાખંડમાં ઉપપ્રમુખના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો તરફતી વ્હીપ આપવામાં આવ્યું હોવા છતાં કોંગ્રેસના બાગી સહિત બીજા અન્ય સભ્યો પક્ષ વિરોધ મતદાન કરતા પ્રમુખ સામેની દરખાસ્ત ૨૯ વિરુદ્ધ ૧૨ મતે પસાર થતાં કોંગ્રેસની સત્તાનો અંત આવ્યો છે. હવે આ દરખાસ્ત પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશ્નર ગાંધીનગરને મોકલી અપાશે.

મહેસાણા નગરપાલિકામાં છેલ્લા ચાર વર્ષથી કોંગ્રેસનુ શાસન ચાલી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન બે વખત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ થઈ છે. જોકે છેલ્લા અઢી વર્ષની ટર્મમાં અનુસૂચિત જાતિના પ્રમુખ બનાવવાનો હોઈ કોંગ્રેસના ઘનશ્યામ સોલંકીને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસી સદસ્યો વચ્ચે સવા વર્ષની ટર્મ માટે નિમણૂંક કરી હતી. જેની મુદત પુરી થતાં પ્રમુખે સત્તા લાલસા રાખી સીટ ખાલી નકરતાં કોંગ્રેસ પક્ષમાં અગાઉના વિખવાદ વધુ ઉગ્ર બનતાં આજે અગાઉના પાંચ કોંગ્રેસી બાગી નગરસેવકો સહિત અન્ય વધુ નગરસેવકોએ આજની બેઠકમાં કોંગ્રેસના વ્હીપનો અનાદર કરી વિપક્ષ ભાજપના વ્હીપને સમર્થન કરી ટેકો આપતાં ૨૯ નગરસેવકો દ્વારા બહુમતી અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જતાં પ્રમુખને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.

જ્યારે કોંગ્રેસ પ્રમુખના સમર્થનમાં માત્ર ૧૨ જ સભ્યોનું સમર્થન મળ્યું હતું. પાલિકામાં ૪૪ નગરસેવકો પૈકી એક મહિલા સદસ્યનુ મોત થયેલ છે અને એક કોંગ્રેસ અને એક ભાજપના ઉમેદવાર ગેરહાજર રહ્યા. જેમાં મિટીંગમાં ૪૧ સભ્યો હાજર રહ્યા હતા. જે પૈકી ૨૯ વિરુદ્ધ ૧૨ મતે દરખાસ્ત પસાર થવા પામી હતી. હવે પ્રમુખ આજથી ત્રણ દિવસ સુધી પ્રમુખ તરીકે રહી શકશે. અવિશ્વાસની દરખાસ્ત પ્રાદેશિક મ્યુનિસિપલ રીજીયોનલ કમિશ્નર ગાંધીનગરને મોકલાશે.

પાલિકા ચીફ ઓફીસરે શું કહ્યું?

મહેસાણા પાલિકાની સામાન્ય સભામાં સત્તાધારી અને વિપક્ષ દ્વારા વ્હીપ પસાર કર્યા બાદ નગરસેવકોએ આંગળી ઊંચી કરી મતદાન કરતાં વિપક્ષ ભાજપ દ્વારા ૨૯ મતે દરખાસ્ત પસાર થઈ છે. જે દરખાસ્ત હવે ગાંધીનગર પ્રાદેશિક રિજીયોનલ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોકલાશે જેની મંજૂરી મળેથી નવીન પ્રમુખ અને બોડી માટે કાર્યવાહી હાથ ધરાશે.

ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ શું કહે છે?

ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ ગિરીશ રાજગોરે જણાવ્યું હતું કે કોંગ્રેસ જે મુદ્દા લઈને ચુંટણી જીતી હતી. જેમાં ખાસ કરીને સીટી બસ તેમજ અન્ય વિકાસના કામોમાં કરવામાં નિષ્ફળ રહ્યા છે. જ્યારે તેમના પક્ષમાં આંતરિક વિખવાદને લઈ કેટલાક નગરસેવકો દ્વારા ભાજપને સમર્થન કરતાં અમોએ ૨૯ સદસ્યો સાથે રહી સત્તા મેળવીશું.

ઉપપ્રમુખે પણ રાજીનામું આપવું પડશે

પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખને સવા વર્ષ માટે રાખ્યા હતા. હવે જ્યારે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે ત્યારે ઉપપ્રમુખ સામે પણ બળવો થશે તે નક્કી છે.

વ્હીપનો અનાદર કરનારને નોટીસ પાઠવી

કોંગ્રેસ શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટે જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા પ્રમુખ ઘનશ્યામ સોલંકીને મતદાન કરવા વ્હીપ જારી કરવામાં આવ્યું હતું. તેમછતાં ૧૫ સદસ્યો દ્વારા વ્હીપનો અનાદર કરતાં ત્રણ દિવસમાં તમામને ખુલાસો કરવા નોટીસ પાઠવી છે.

કોંગ્રેસ પ્રભારી શું કહે છે?

શહેર કોંગ્રેસ પ્રભારી હિમાંશુ આજે પાલિકામાં કોંગ્રેસની સત્તાનો રકાસ થયો છે. જેમાં હાઈકમાન્ડને મળી સદસ્યોને વિશ્વાસ કેળવી એક જૂથ થવા પ્રયત્ન કરીશું.

સાડા ચાર વર્ષથી પ્રજાની સુખાકારી માટે કામગીરી થઈ નથી

ભાજપ શહેર પૂર્વ પ્રમુખ કૌશિક વ્યાસે જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે. જે તેમનો આંતરિક મામલો હતો. જેમાં સાડા ચાર વર્ષથી પ્રજાની સુખાકારી માટે કામગીરી થઈ નથી. બોર્ડ મિટીંગોમાં ચર્ચા થયા બાદ ખોટા ઠરાવો પસાર કરવામાં આવ્યા છે તેમજ વોર્ડ પ્રત્યે ઓરમાયું વર્તન રાખી કામગીરી કરતાં પ્રમુખના પક્ષના સભ્યો બળવો કરી વિરોધ કર્યો છે. આ અગાઉ કોંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા હતા. પ્રમુખ પણ કોશિષ કરી પરત ફર્યા હતા. તેમજ કોંગ્રેસમાં નક્કી થયા મુજબ સવા વર્ષ બાદ ખુરશી ખાલી કરવી પડે તેમ છતાં પ્રમુખે રાજીનામું ન આપતાં બળવો કરી દરખાસ્ત લાવ્યા છે.

બાગીઓનો વોટ મામલે કોર્ટમા જઇશુઃ ઘનશ્યામ સોલંકી

પાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું કે અગાઉના વ્હિપ મામલે કોંગ્રેસના ચાર નગરસેવકો સામે પક્ષાંતર ધારા હેઠળ કેસ ચાલી રહ્યો છે. જેથી તેમના વોટ ગણતરીમાં લેવાના હોતા નથી. આ મામલે કોર્ટનો દ્વરા ખખડાવી ન્યાયની માંગણી કરીશું.

Read Also

Related posts

વડોદરામાં વાવાઝોડાની અસર: ભારે પવન સાથે વરસાદની શક્યતા

Bansari

જલ્દીથી શાક બનાવી આપ… પતિ-પત્નીમાં બોલા ચાલી થઈ અને પતિએ પી લીધી ઝેરી દવા

Arohi

જીવલેણ વાયરસે અમદાવાદ જિલ્લામાં કસ્યો સંકજો, છેલ્લા 24 ક્લાકમાં વધુ 19 કેસ નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!