GSTV
Home » News » રાજ્યના આ વિસ્તારના ડેમમાં માત્ર 10 ટકા પાણી, લોકો મુકાઈ શકે છે મુશ્કેલીમાં

રાજ્યના આ વિસ્તારના ડેમમાં માત્ર 10 ટકા પાણી, લોકો મુકાઈ શકે છે મુશ્કેલીમાં

જામનગરનો જીવાદોરી રણજીતસાગર અને સસોઈ ડેમ ફરી તળિયા ઝાટક થવાના આરે છે. ત્યારે હાલારના ગામડાઓમાં પાણીના પોકારની શરૂઆત થઈ ચૂકી છે. શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા રણજીતસાગર અને સસોઈ ડેમમાં માત્ર 10 ટકા જેટલું જ પાણી વધ્યું છે.

જામનગરનો રાજશાહી વખતનો રણજીતસાગર ડેમ સુકાઈ રહ્યો છે અને માત્ર ચારપાંચ દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બાકી રહ્યો છે. જ્યારે સાસોઈ અને આજી ડેમ પાણી વગર ખાલીખમ પડયા છે. જામનગરના કેટલાક વિસ્તારો અને ગામડાઓમાં પાણીની જરૂરિયાત પુરી કરવા ટેન્કરો શરૂ કરવામાં આવી છે. બીજી તરફ હાલારના 90 ટકા ગામો નર્મદાના નીર પર આધારિત છે.

રણજીતસાગર ડેમમાંથી હાલ માત્ર પાંચથી સાત એમએલડી પાણી લેવામાં આવે છે. રણજીતસાગરમાં 75 એમસીએફટી પાણી છે..ત્યારે જો 15 થી 20 એમએલડી પાણી લેવામાં આવે તો માંડ 3 થી 4 દિવસ પાણી ચાલે તેવી શક્યતા છે. હાલની જરૂરિયાત માટે આજી – 3 પાઇપ લાઇનમાંથી 55 થી 60 એમએલડી, નર્મદાની પાઇપ લાઇનમાંથી 40 થી 42 એમએલડી અને રણજીતસાગર માંથી 8 એમએલડી પાણી લેવામાં આવે છે.

હાલારમાં પીવાના પાણીની તંગી જોર પકડી રહી છે..ત્યારે મે મહિનામાં જળાશયોમાં સાવ નહિવત પ્રમાણમાં પાણીનો જથ્થો વધ્યો છે. સરકારી આંકડા મુજબ હવે માત્ર 10 ટકા જ પાણી જળાશયોમાં છે. ત્યારે આગામી દિવસોમાં જામનગર શહેરમાં પીવાના પાણીની તંગી વધુ વિકટ બનશે તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષે રાહુલ ગાંધીને માર્યો ટોણો, પીએમનાં કેદારનાથ પ્રવાસ અંગે કરી સ્પષ્ટતા

Path Shah

પંચમહાલનાં શહેરામાં બેફામ પાણીનો વેડફાટ થતાં તંત્રએ નળના કનેક્શન કાપ્યા

Mansi Patel

5 એક્ઝિટપોલમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા અને ભરતસિંહે નથી સ્વીકારી હાર, કર્યો 10 સીટનો દાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!