GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

કોરોનાના કાળમાં આત્મનિર્ભર થવાનું કહી દેવાયુ છે. ત્યારે જાણે છોટા ઉદ્દેપુર જિલ્લાના આંતરીયાળ ગામોમાં બાળકોને પણ જાણે પોતાના અભ્યાસ માટે આત્મનિર્ભર થવું પડી રહ્યું છે. આ આત્મનિર્ભરતા છે કે મુસીબત એ આ બાળકોની પરિસ્થિતિ જોઈને આપ જ નક્કી કરો કે આવી સ્થિતીમાં કેવી રીતે ભણશે આદિવાસી સમાજના બાળકો. તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી આવતું તો તેઓ કેવી રીતે અભ્યાસ કરે, તો ઘરના નાનકડા ટીવીમાં સિગન્લ બરાબર પકડાય તે માટે આ વિદ્યાર્થિનીઓ મથી રહી છે. તો કોઇ બાળકોના અભ્યાસ અર્થે ગમે તેમ પૈસાનો મેળ કરીને ટીવી લાવ્યુ છે, તો કોઇએ ડીશની ખરીદી કરી છે. દરેક માતાપિતાને આશા છે કે હાલમાં કોરોનાના કારણે શાળાઓ તો બંધ છે.

બાળકોને ચેનલમાં જે અભ્યાસ કરાવાય છે તેમાં પણ અભ્યાસ કરીને તેમના બાળકો શિક્ષણથી દૂર ન રહે. આ વ્યથા છે છોટા ઉદેપુરના આંતરીયાળ ગામોની. ચારે તરફ પહાડીઓ દૂર દૂર સુધી કોઇ મોબાઇલ ટાવર નહીં. આવી સ્થિતીમાં અહીં બાળકો ઓનલાઇન કેવી રીતે અભ્યાસ કરે તે એક સવાલ છે. આ દ્રશ્યો છે હરીપુરા ગામના. જ્યાં માતાપિતા બાળકો સૌ કોઇ આત્મનિર્ભર થઇને અભ્યાસ ચાલુ રહે તે માટે પ્રયાસ કરી રહ્યા છે.પરંતુ પરિસ્થિતી તેમને મજબૂર બનાવી રહ્યા છે

એવું નથી કે શિક્ષણ માટે અહીં સરકારે કંઇ કર્યુ નથી. છોટાઉદેપુર જિલ્લામાં પાંચ જેટલી શાળાઑ બનાવાઇ છે.આ શાળામાં 7920 જેટલા બાળકોને કુલ 150 જેટલા શિક્ષકો અભ્યાસ કરાવે છે. પરંતુ હાલમાં તો શાળાઓ બંધ છે. સરકારે ઓનલાઇન શિક્ષણને પ્રાધાન્ય આપ્યુ છે.પરંતુ જ્યારે આવા આંતરીયાળ ગામોની વાત આવે ત્યારે આત્મનિર્ભરતાની વાતો હવાહવાઇ થઇ જાય છે. ત્યારે આવા આંતરીયાળ ગામોમાં ઓનલાઇન શિક્ષણનો આ કોન્સેપ્ટ કેવી રીતે સફળ થશે તે એક સવાલ છે.

READ ALSO

Related posts

કોરોનાકાળમાં આ ભારતીય ક્રિકેટરે લીધા સાત ફેરા, આ છોકરી સાથે કરી જિંદગીની નવી શરૂઆત

Ankita Trada

પૂર્વ CAGએ કર્યો ખુલાસો, પાકિસ્તાન સાથેના તણાવને લઈ વેબસાઈટ પર ઓડિટ અપલોડ કર્યા નહોતા

Pravin Makwana

જો તમારે 2.5 લાખ રૂપિયા સુધીની સબસિડીનો લાભ જોઈએ તો આ રીતે સરકારી આવાસ યોજનાનું ઓનલાઇન ભરો ફોર્મ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!