ભારતીય ચૂંટણી પંચ (Election Commission) 25 જાન્યુઆરીથી ઇલેક્ટ્રોનિક ઇલેક્ટર્સ ફોટો આઇડેંટિટી કાર્ડ (e-EPIC) એપની શરૂઆત કરવા જઇ રહ્યું છે. આ એપની મદદથી હવે આધાર કાર્ડની જેમ જ વોટર આઇડી કાર્ડ પણ આપ ઓનલાઇન (Online Voter Id Card) જનરેટ કરી શકશો.

સેવા બે તબક્કાઓમાં શરૂ થશે
આ એપ બે તબક્કામાં લોન્ચ કરવામાં આવશે. પ્રથમ તબક્કો 25 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રહેશે, જેમાં આ સુવિધા 19 હજાર નવા મતદારોને આપવામાં આવશે. જ્યારે બીજો તબક્કો 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. જેમાં તમામ મતદારો આ સુવિધાનો લાભ લઈ શકશે. એટલે કે હવે મતદાર ઓળખકાર્ડની હાર્ડ કોપી હંમેશા રાખવાની જરૂર નહીં રહે. તમે તેને તમારા ફોનમાં પણ સાથે લઇ જઇ શકશો. આ ઇલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ જેવું હશે જેને હવાઇ યાત્રા કરતા પહેલા ડાઉનલોડ કરી શકાય છે.
મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન કરી શકાશે
આ માટે મતદાર યાદીમાં તમારું નામ નોંધાવતી વખતે તમારો મોબાઇલ નંબર ફરજિયાત આપવાનો રહેશે. મતદાર યાદીમાં મોબાઇલ નંબર અને નામ દાખલ કર્યા બાદ, તમારા ફોન પર એક મેસેજ આવશે. ત્યાર બાદ OTP (વન ટાઇમ પાસવર્ડ) દ્વારા e-EPIC એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે નોંધણી કરાવી શકશો અને તમે તમારું નવું મતદાર ઓળખકાર્ડ (ID) ડાઉનલોડ કરી શકશો.

જે લોકોના પહેલેથી જ મતદાતાના રૂપમાં નામ નોંધાયેલા છે તેઓએ ડિજિટલ કાર્ડ માટે તેમની સંપૂર્ણ વિગતો ફરીથી રીવેરિફાઇ કરવાની રહેશે. આ પ્રક્રિયા એવી રહેશે કે જેમ બેંકમાં કેવાયસી કરાવવાનું હોય છે. અહીં પણ આપે તમારો મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આપવો પડશે જેથી તમને ફોન અને મેઇલ પર તમામ જાણકારી આપી શકાય.
ડિજિટલ સુવિધાથી વોટર્સને થશે આ લાભ
આ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ સમયની બચત છે. હવે કોઈએ મતદાર ઓળખકાર્ડ મેળવવા માટે વધુ રાહ નહીં પડે. આ સાથે નવા મતદાર કાર્ડ બનાવવા અથવા જૂના કાર્ડમાં ફેરફાર કરવા માટે ક્યાંય ભટકવાની જરૂર નહીં રહે. તમે તમારા ફોન પર જ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી એપ્લિકેશન (ઇ-ઇપીઆઇસી) ડાઉનલોડ કરીને ડિજિટલ મતદાર ઓળખ કાર્ડ બનાવી શકો છો. આ સાથે આ એપ્લિકેશન મતદાર ઓળખકાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં પણ વધારે કામ આવશે. લોકો માત્ર 25 રૂપિયાની ફી આપીને ડુપ્લિકેટ મતદાર ઓળખકાર્ડ (Voter ID Card) મેળવી શકે છે.
READ ALSO :
- દિલ્હીમાં દુધ-શાકભાજી બંધ કરી દેવાની ચીમકી પણ સંગઠનમાં પડ્યા ફાંટા, શું આંદોલનનો વળાંક બીજી તરફ?
- શેરબજારમાં કડાકો: રોકાણકારોની સંપતિમાંથી 5.37 લાખ કરોડનું ધોવાણ, રૂપિયો 103 પૈસા તૂટીને 73.47 ઊતરી આવ્યો
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો