GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

વર-વધુએ ઓનલાઈન લીધા સાત ફેરા, મહેમાનોઓ પણ ખુશીથી આપ્યા આશિર્વાદ

લોકડાઉનના કારણે દેશભરમાં ઘણા યુવક-યુવતીના લગ્નમાં ભંગ પડ્યો છે, પરંતુ ઉત્તરપ્રદેશના બરેલીમાં એક અનોખા ઓનલાઈન વર્ચ્યુલ લગ્ન જોવા મળ્યા છે. જ્યાં પંડિતજીએ મંત્રોચ્ચાર સાથે સંપૂર્ણ વિધિથી ઓનલાઈન લગ્ન સંપન્ન કરાવ્યા હતા.

આ લગ્નમાં ઓનલાઈન 7 ફેરા ફરવામાં આવ્યા, ઓનલાઈન મેહમાન પણ સામેલ થયા, ઓનલાઈન ઢોલ-નગારા વગાડવામાં આવ્યા, ડાન્સ થયો, મસ્તી થઈ બધુ જ તેવી રીતે થયુ જેવુ સામાન્ય લગ્નમાં થાય છે, પરંતુ સોશિયલ ડિસ્ટેંસિંગનુ પાલન કરતા બરેલીની કીર્તિએ મુંબઈના સુષેન સાથે લગ્ન કર્યા હતા.

બરેલીની રહેવાસી કીર્તિ નારંગ મેકઅપ આર્ટિસ્ટ છે. જેના લગ્ન જયપૂરના રહેવાસી સુષેન સાથે નક્કી થયા હતા. કીર્તિ અને સુષેનના લગ્ન 21 ફેબ્રુઆરી 2020 ના રોજ કોર્ટ મેરેજ થઈ ગયા અને બાદ આ લગ્નને સામાજિક રૂપ આપવા માટે 19 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી હતી.

જોકે, બંનેના સંપૂર્ણ રીત-રિવાજ સાથે લગ્ન થાય તે પહેલા જ, દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન થઈ ગયુ હતુ. લગ્નની તારીખ નજીક આવી ગઈ તો, વર-વધુએ Shaadi.com ને સંપર્ક કરી તેમના લગ્ન અનોખી રીતે કરાવવાની વાત કરી હતી. ત્યારબાદ Shaadi.com એ વર-વધુને પોતાના ઘરે બેસીને જ લગ્ન કરાવવાનો નિર્ણય લીધો અને નક્કી કરવામાં આવેલી તારીખ પર લગ્ન કરવામાં આવ્યા. વિતેલા રવિવાર19 એપ્રિલના રોજ બરેલીની કીર્તિ અને મુંબઈમાં રહેતા સુષેનના ઓનલાઈન એપ્લીકેશન થકી લગ્નના બધા રીત-રિવાજોને પૂર્ણ કર્યા હતા.

કીર્તિ આ લગ્નથી ખૂબ જ ખુશ છે. તેણીનુ માનવુ છે કે, તેમણે સોશિયલ ડિસ્ટેંસિંગનુ પાલન કરતા આ ઓનલાઈન લગ્નનો નિર્ણય લીધો હતો.

READ ALSO

Related posts

ધોની-કોહલી સામે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો સ્લેજિંગ નથી કરતા, ડીન જોન્સે કારણે દર્શાવ્યું

Mansi Patel

વઢવાણ : શાકભાજીના વેપારીઓએ કલેકટર કચેરી ખાતે મચાવ્યો હંગામો

Nilesh Jethva

મોદી સરકારે સત્ય સ્વિકાર્યું : હોસ્પિટલોમાં નહીં મળે જગ્યા, કોરોનાના એટલા વધી રહ્યા છે કેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!