GSTV

આગામી મહીને બદલાશે ઓનલાઈન ટ્રાંજેક્શન સાથે જોડાયેલ આ નિયમ, જાણો તમારા ખિસ્સાને શું થશે અસર

આગામી મહિનાથી ઓનલાઈન બેન્કિંગ સાથે જોડાયેલ એક નિયમ બદલવાનો છે. આગામી મહીનાથી રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે RTGS 24 કલાક માટે ઉપલબ્ધ થઈ જશે. RBI એ દેશભરમાં ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે આ પગલુ ઉઠાવ્યું છે. જણાવી દઈએ કે, RBI એ આ પહેલા ડિસેમ્બર 2019માં NFT પ્રણાલી (નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાંસફર સિસ્ટમ) ને દર 24 કલાક ખુલ્લા કરવામાં આવ્યા હતા.

રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ એટલે RTGS શું છે

‘રિયલ ટાઈમ’ નો અર્થ છે તરત. RTGS થકી જ્યારે તમે લેણદેણ કરો છો તો બીજા ખાતામાં તરત પૈસા ટ્રાંસફર તઈ જાય છે. RTGS ની હેઠળ લઘુતમ ટ્રાંસફર એમાઉન્ટને 2 લાખ રૂપિયા છે. તો મહત્તમ રકમની કોઈ સીમા નથી. આરટીજીએસ હજુ માત્ર બેન્કોના બધા કાર્યદિવસોમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.

શું કહેવુ છે RBI નું

RBI એ કહ્યું છે કે, RTGS ના 24 કલાક ઉપલબ્ધ હોવાથી ભારતીય નાણાકિય બજારને વૈશ્વિક બજારની સાથે સમન્વિત કરવાના નિરંતર જાહેર પ્રયાસો તથા ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકિય કેન્દ્રોના વિકાસમાં મદદ હશે. તેનાથી ભારતીય કંપનીઓ અને સંસ્થાઓની ચૂકવણીમાં વધુ સરળતા હશે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!