GSTV
Home » News » આ ભાઈને જબરો ચુનો લાગ્યો! ઓનલાઈન મંગાવ્યું શુદ્ધ દેશી ગાયનું ‘ઘી’ અને અંદરથી નિકળ્યું કંઈક એવું કે…

આ ભાઈને જબરો ચુનો લાગ્યો! ઓનલાઈન મંગાવ્યું શુદ્ધ દેશી ગાયનું ‘ઘી’ અને અંદરથી નિકળ્યું કંઈક એવું કે…

ઓનલાઈન ખરીદીમાં છેતરપિંડીં થવાનો એક કિસ્સો અમદાવાદ શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. નારોલોની એક મહિલાએ ફ્લિપકાર્ટ પર ગાયના શુદ્ધ ઘીનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ પાર્સલમાંથી ઘીના બદલે ઈંટના ટુકડા નીકળ્યા હતા. આ અંગે ગ્રાહકે નારોલ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

ફરિયાદ બાદ પોલીસ દ્વારા જ્યારે ડીલીવરી બોયની પુછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે, અમારું કામ માત્ર પાર્સલની ડીલીવરી કરવાનું છે. કુરિયરમાં શું હોય છે તેમની પણ અમને જાણ હોતી નથી. પાર્સલમાં ઈંટનો ટુકડો છે તેના વિશે કોઈ જાણ નથી. દલીલ કરતા વધુમાં જણાવ્યું આ જવાબદારી પાર્સલ કંપનીની હોય છે.

ગ્રાહકે ઓનલાઈન ગાયના શુદ્ધ દેશી ઘીનો ઓર્ડર આપ્યો હતો. તેમને રીટર્ન મેસેજમાં જણાવામાં આવ્યું હતું કે, વેચેલ માલ પરત લેવામાં આવશે નહીં. તેથી ગ્રાહકે ડીલીવરી આવે ત્યારે જ પૈસા આપવાનું નક્કી કર્યું હતું. આ ઘટના બાદ નારોલ પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.

Read Also

Related posts

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!