GSTV
Gujarat Government Advertisement

એસબીઆઈએ 40 કરોડ ગ્રાહકોને એલર્ટ કર્યા! જો આ નંબર મોબાઇલમાં સેવ કરવામાં આવે છે તો તમારું બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી

Last Updated on April 15, 2021 by Pravin Makwana

દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) દ્વારા બેન્કિંગ છેતરપિંડી અંગે સમયાંતરે ચેતવણી આપવામાં આવે છે. બેંકે ફરીથી આવી જ ચેતવણી જારી કરી છે

એસબીઆઈનું માનવું છે કે વધતા બેકિંગ ફ્રોડને કારણે ગ્રાહકોને ચેતવણી આપવાની જરૂર છે. જો તેઓ સજાગ ન હોય તો એક નાની ભૂલ પણ તેમનું ખાતું ખાલી કરી દેશે. બેંકની વેબસાઇટ અનુસાર, સાવચેત ન રહે તો તેમની માહિતી સરળતાથી લિક થઈ શકે છે. ઉપરાંત, હેકર બેંક ખાતામાંથી પૈસા ચોરી શકે છે. ગ્રાહકોને આવું ન થાય તે માટે બેંકે તેમને વિનંતી કરી છે કે સ્માર્ટફોનમાં કોઈ પણ બેંકની વિગતો ન સાચવવી.

કોઈને પણ તમારો ઓટીપી એટલે કે એક વખતનો પાસવર્ડ, પિન નંબર, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સીવીવી નંબર આપશો નહીં. બેંકના મતે મોટાભાગની છેતરપિંડી આ રીતે કરવામાં આવે છે. ફોન કોલ પર, બેંકનું નામ લીધા પછી, તમને તમારું કાર્ડ બ્લોક કરવાનું કહી અને પાસવર્ડ બદલવાની ચેતવણી આપે છે અને કાર્ડની પાછળનો પાસવર્ડ, ઓટીપી અથવા સીવીવી નંબર માંગે છે. બેંકે આવા લોકોથી બચવાની સલાહ આપી છે.

તમારા એટીએમનો ઉપયોગ તમે પોતેજ કરો. તમારા એટીએમ અથવા અન્ય કોઈ કાર્ડનો ઉપયોગ બીજાને કરવા આપશો નહીં. આ સિવાય તમારા એટીએમ કાર્ડની વિગતો પણ કોઈની સાથે શેર ન કરવી જોઈએ. આ કરવાથી, તમારી એકાઉન્ટ માહિતી લીક થઈ શકે છે. ઉપરાંત, ટ્રાન્ઝેક્શન પરવાનગી વગર પણ કરી શકાય છે. ગ્રાહકોએ જાહેર ઉપકરણો, ખુલ્લા નેટવર્ક અને મફત વાઇ-ફાઇ ઝોન સાથે ઑનલાઇન વ્યવહાર ન કરવો જોઈએ. બેંકના જણાવ્યા અનુસાર, જાહેર ઉપકરણનો ઉપયોગ કરવાથી ગ્રાહકની વ્યક્તિગત માહિતી લીક થવાનું જોખમ રહે છે.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!