GSTV

રસીકરણ/ કોરોના રસી લેવા માટે હવે નહીં કરાવવુ પડે ઓનલાઇન રજીસ્ટ્રેશન, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો સીધા જ સેન્ટર પર જઇને લઇ શકશે વેક્સિન

કોરોના

Last Updated on June 15, 2021 by Bansari

કેન્દ્ર સરકારે કોરોના વેક્સિન અંગે મોટી જાહેરાત કરી છે. હવેથી કોવિડ-19 વેક્સિન લેવા માટે પહેલાથી જ ઓનલાઇન રજીસ્ટ્રેશન કે અપોઇન્ટમેન્ટ બુક કરાવવાની જરૂર નથી. ગ્રામીણ વિસ્તારોમાં ઘણાં લોકોને કોરોના વેક્સિન લેવામાં મુશ્કેલીનો સામનો થયો હતો જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે આ અંગે વધુમાં જણાવ્યું કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો સીધા જ પોતાની નજીકના રસીકરણ કેન્દ્ર પર જઇને વેક્સિન લઇ શકે છે. જ્યાં રસી આપનાર તેમનું ત્યાં જ રજીસ્ટ્રેશન કરશે અને તે જ સમયે તેમને રસી આપશે. આ પ્રોસેસને સામાન્ય રીતે ‘વૉક ઇન’ કહેવામાં આવે છે.

કોરોના

હેલ્પલાઈનના માધ્યમથી સહાયક નોંધણીની સુવિધા પણ કાર્યરત કરવામાં આવી

કેન્દ્ર સરકારે વધુમાં જણાવ્યું કે કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs) પરથી રજીસ્ટ્રેશન કરાવવું એ Co-WINની જ એક સુવિધા છે. સ્વાસ્થ્ય કાર્યકર્તા અને આશા વર્કર્સ ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરની ગરીબ વસ્તીમાં રહેતા લાભાર્થીઓને સીધા નજીકના વેક્સિનેશન સેન્ટર પર રજીસ્ટ્રેશન અને રસીકરણ માટે પહોંચાડી રહ્યા છે.

1075 હેલ્પલાઈનના માધ્યમથી સહાયક નોંધણીની સુવિધા પણ કાર્યરત કરવામાં આવી છે. અધિકારીઓએ નોંધ્યું છે કે ઉપરોક્ત તમામ પદ્ધતિઓ, ખાસ કરીને ગ્રામિણક્ષેત્ર માટે કાર્યરત છે. બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં રસીકરણના સામાનને પહોંચવામાં સક્ષમ કરે છે. આ એ હકીકતથી સ્પષ્ટ થાય છે કે, જૂન 13 સુધીમાંકો-વિન સાઈટ પર નોઁધાયેલા 28.36 કરોડ લાભાર્થીઓમાંથી, 16.45 કરોડ (58%) લાભાર્થીઓ ઓન-સાઇટ મોડમાં નોંધાયેલા છે. આ સિવાય13 જૂન, 2021 સુધીમાં કો-વિન પર નોંધાયેલા કુલ 24.84 કરોડ રસી ડોઝમાંથી 19.84 કરોડ ડોઝ (તમામ રસી ડોઝના આશરે 80%) ઓનસાઇટ / વોક-ઇન રસીકરણના માધ્યમથી આપવામાં આવ્યા છે.

કોરોના

71% સેન્ટર્સ ગ્રામ્ય વિસ્તારોમાં

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ 69,995 વેક્સિનેશન સેન્ટર્સ માંથી રાજ્ય સરકાર દ્વારા Co-WIN પર 49,883 સેન્ટર્સને ગ્રામ્ય અથવા શહેરી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેમ કે 71% સેન્ટર્સ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છે.

આદિવાસી વિસ્તારોમાં રસીકરણનો વ્યાપ: જૂન 3 2021 ના રોજ Co-WIN પર ઉપલબ્ધ માહિતી અનુસાર:

  • આદિવાસી જિલ્લાઓમાં પ્રતિ મિલિયન વસ્તીને રસીકરણ દેશમાં અપાતા રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે.
  • 176 જનજાતીય જિલ્લાઓમાંથી 128 અખિલ ભારતીય વેક્સિનેશન કવરેજથી ઉત્તમ પ્રદર્શન કરી રહ્યું છે.
  • રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં જનજાતીય જિલ્લાઓમાં વધારે વોક-ઇન વેક્સિનેશન થઇ રહ્યું છે.
  • જનજાતીય જિલ્લાઓમાં વેક્સિનેશન કરવામાં આવેલા લોકોની જાતિનો રેશિયો પણ ઉત્તમ છે.

Read Also

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!