GSTV
Home » News » ફક્ત 48 કલાકમાં જ લોન આપી રહી છે આ કંપની, આ રીતે કરી શકો છો અપ્લાય

ફક્ત 48 કલાકમાં જ લોન આપી રહી છે આ કંપની, આ રીતે કરી શકો છો અપ્લાય

જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે પીયર-ટૂ-પીયર(પી2પી) પ્લેટફોર્મ એક સારો વિકલ્પ બની શકે છે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નજર હેઠળ આવતા આ પ્લેટફોર્મ સાથે ઘણી કંપનીઓ જોડાયેલી છે.

એવી જ એક સ્ટાર્ટઅપ કંપની ફિંજી છે. આ પ્લેટફોર્મ દ્વારા તમે 48 કલાકની અંદર જ લોન મેળવી શકો છો. મહત્વની વાત એ છેકે, તેના માટે તમારે બેંકમાં જવાની અને સિબિલ સ્કોર ઓછો હોવાને કારણે લોન રિજેક્ટ થવા જેવી સમસ્યાઓમાંથી છૂટકારો મળશે. ફિંજીને કેન્દ્રીય બેંક આરબીઆઈએ વર્ષ 2018માં લાયસન્સ આપ્યુ હતુ.

આ રીતે કરો અપ્લાય

લોન માટે અપ્લાય કરવા માટે https://finzy.com/borrow લિંક પર વિઝિટ કરવું પડશે. અહીં લોનની રકમ, લોન લેવાને કારણે અને લોનની અવધિ વિશે જાણકારી આપવી પડશે. ત્યારબાદ પૅન-મોબાઈલ અને ઈ-મેઈલ વેરિફિકેશન કરાવવું પડશે. આગળનાં સ્ટેપ્સમાં અમુક જાણકારી માંગવામાં આવશે.. જ્યારે એડ્રેસ પ્રુફ સહિત અન્ય ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહેશે. તેના સિવાય બેંક ડિટેઈલ પણ આપવાની રહેશે.

ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ અને અન્ય ચીજોની સમીક્ષાના આધાર પર 48 કલાકની અંદર લોનની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. તેના સિવાય બહુજ ઓછા માસિક ઈએમઆઈની સુવિધા પણ મળી શકે છે. જ્યારે કોઈ પણ દંડ અને છૂપા રકમની લોનને પૂર્ણ અથવા આંશિકરૂપથી ચૂકવવા માટેનો વિકલ્પ પણ મળે છે.

લોન માટે અપ્લાય કરતાં પહેલાં જરૂરી ડોક્યુમેન્ટ

  • પૅન કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • છેલ્લા વર્ષનું IT રિટર્ન/ ફોર્મ 16
  • છેલ્લાં 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  • છેલ્લાં ત્રણ મહિનાની સેલેરી સ્લિપ
  • ઈ-આધાર અથવા કરંટ એડ્રેસ પ્રૂફ

ફિંજી વિશે

પીયર-ટૂ-પીયર લેન્ડર ફિંજી પ્લેટફોર્મની શરૂઆત ચાર મિત્રો, અમિત મોરે, અભિનંદન સંગમ, વિશ્વાસ દિક્ષિત અને અપૂર્વ ગાવડેએ કરી હતી. વર્ષ 2018માં ફિંજીને આરબીઆઈનું લાયસન્સ મળ્યુ હતુ.

READ ALSO

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ ઘાયલ, ત્રણ લોકો નદીમાં ખાબક્યા

Nilesh Jethva

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક, ટ્રમ્પના રોકાણ સ્થાનેથી માત્ર 20 કિમીના અંતરે ભડકી છે હિંસા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!