GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો / ઘરે બેઠા માત્ર 5 હજારમાં શરૂ કરો આ બિઝનેસ, આવી રીતે થશે લાખોની કમાણી

બિઝનેસ

Last Updated on April 10, 2021 by Dhruv Brahmbhatt

વર્તમાન સમયમાં જોબ આસાન નથી રહી. સરકારી હોય કે ખાનગી દરેક ફિલ્ડમાં કામનું પ્રેશર વધી ગયુ છે, પરંતુ તેના બદલામાં સેલેરીમાં કોઇ ગ્રોથ નથી. જો તમે પણ જોબ છોડી બિઝનેસ શરૂ કરવા માંગો છો. તો તમારા માટે અહીં છે બિઝનેસ આઈડિયા જે તમને લાખોની કમાણી કરીને આપી શકે છે.

બિઝનેસ

આ બિઝનેસ ડિજિટલ હોર્ડિંગ્સ બનાવવાના છે. તમે તેને ઘરે બેઠા પણ શરૂ કરી શકો છે. સારી વાત એ છે કે તેમાં ખૂબ જ ઓછો ખર્ચ થાય છે. સાથે જ સ્પેસની પણ તકલીફ નથી. કોરોનાકાળ પછીથી ઓનલાઇન બિઝનેસ આઈડિયાઝ ઝડપથી વધ્યા છે, એવામાં આ વિકલ્પ તમારા કામ આવી શકે છે. ચાલો જાણીએ આ બિઝનેસ વિશે…

ઓનલાઇન પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ કરાવો

જો તમને ગ્રાફિક્સ, ડિઝાઇનિંગ અને કોમ્પ્યુટરની સારી જાણકારી છે, તો તમે ઘરે બેઠા ડિજિટલ હોર્ડિંગ્સ તૈયાર કરવાનું કામ કરી શકો છો. શરૂઆતમાં તમે ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ જુદી-જુદી સાઇટ્સ જેવી કે ફ્રીલાન્સિંગ ડોટ કોમ અથવા અપવર્ક વગેરે પર પોતાની સ્કિલ બતાવી ઓર્ડર લઇ શકો છો. આ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા ટ્વિટર પરથી પણ ઓર્ડર મેળવી શકાય છે.

બિઝનેસ

પોતાની વેબસાઇટ બનાવી શકાય છે

અનેક કંપનીઓ પોતાના માટે ડિજીટલ હોર્ડિંગ્સ બનાવડાવે છે. તેથી તમે ઇચ્છો તો પોતાની વેબસાઇટ બનાવી લો. તેના માટે તમે ગો ડેડી અથવા અન્ય કોઇ સાઇટ્સ પરથી ડોમેન ખરીદી શકો છો. તેમાં અઢી હજારથી ત્રણ હજારનો ખર્ચ આવી શકે છે. જો તમે ડોટ કોમ દ્વારા સાઇટ બનાવવા માંગો છો, તો ખર્ચ વધી જશે. તેમ છતાંય વધુમાં વધુ 5 હજારનો ખર્ચ થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana

અગત્યનું/ 31મે સુધી બેંક એકાઉન્ટમાં રાખવા પડશે આટલા રૂપિયા, નહીંતર થશે 4 લાખનું નુકસાન

Bansari

ગીર સોમનાથ: હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું, ગૌશળામાં 14 બેડની આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!