GSTV

યુવકને આઇપીએલમાં ઓનલાઇન જુગાર રમવો પડ્યો ભારે, સટોડિયાઓએ નગ્ન કરી…

વાપીમાં એક યુવકને આઇપીએલમાં ઓનલાઇન જુગાર રમવો ભારે પડયો છે. જુગારમાં આશરે 2 લાખથી વધુ રકમ હારી જતા રૂપિયા વસૂલવા સટોડીયા સહિત ત્રણ ઇસમોએ યુવકનું અપહરણ કર્યુ હતુ. યુવકને ઘરે લઇ જઇ કપડા ઉતરાવી માર માર્યો હતો. યુવકનો નગ્ન હાલતમાં વીડિયો ઉતારી રૂપિયા ન ચૂકવે તો વાયરલ કરવાની ધમકી આપીને છોડી દેવાયો હતો. યુવકે આ અંગે ટાઉન પોલીસ મથકમાં સટોડીયા સહિત ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.

યુવકનું અપહરણ કરી નગ્ન કરી પૈસા કબુલાવવાના કેસમાં 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે અન્ય એક કિસ્સામાં પણ પોલીસે વાપીના નામચીન અઝીમ કાલુ નામના સટોડિયાને સાગરીતો સહિત ઝડપી પાડી 9 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. વાપીમાં હાલ IPLમાં ઓનલાઈન સટ્ટો રમતા સટોડીયાઓ મેદાનમાં ઉતર્યા છે. તો તેને દબોચી લેવા વલસાડ પોલીસ પણ સજ્જ બની છે. એક કિસ્સામાં સટ્ટા ના રૂપિયા વસૂલવા સટોડીયાઓ યુવકનું અપહરણ કરી નગ્ન કરી રૂપિયા કબુલાવતો વીડિઓ ઉતારતા પોલીસ ફરિયાદ આધારે વાપી ટાઉન પોલીસે ત્રણ સટોડીયાઓની ધરપકડ કરી છે. જ્યારે બીજા કિસ્સામાં વાપીના નામચીન સટોડીયા એવા અઝીમ કાલુને પણ ઓનલાઈન id પર સટ્ટો રમતા ઝડપી પડ્યો છે.

READ ALSO

Related posts

સુરતમાં લેસપટ્ટીના વેપારીને યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યો, આટલા લાખનો કર્યો તોડ

Nilesh Jethva

ઇમૈન્યુઅલ મૈક્રોંના નિવેદનના પડ્યા જોરદાર પડઘા, ફ્રાંસના ચર્ચમાં 3 લોકોની હત્યા એક મહિલાનું ક્રૂરતાપૂર્વક ગળું કપાયું

pratik shah

Inoxની ધાંસૂ ઓફર: 2,999માં બુક કરો આખું થિયેટર, ક્યારેય પણ જોઈ શકો છો તમારી ફેવરાઈટ મુવી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!