GSTV
Home » News » 1 ફેબ્રુઆરીથી લાગુ થશે આ નવા નિયમો : મફત, છૂટ અને કેશબેક હવે ભૂલી જાઓ

1 ફેબ્રુઆરીથી લાગુ થશે આ નવા નિયમો : મફત, છૂટ અને કેશબેક હવે ભૂલી જાઓ

ઑનલાઇન ફળ-શાકભાજી અને રસોઈનો અન્ય સામાન પણ મોંઘો થઇ જશે. નવી ઈ-કોમર્સ પૉલિસી 1 ફેબ્રુઆરીથી લાગુ થયા બાદ એવા ગ્રાહકો પર સૌથી વધુ અસર પડશે, જે ઑનલાઇન સામાન મંગાવે છે. એવુ એટલા માટે કારણકે ઑનલાઇન ફળ-શાકભાજી અન ગ્રોસરીના સામાન પર મળતુ ડિસ્કાઉન્ટ અને કેશબેક વીતેલા જમાનાની વાત થઇ જશે.

આ કંપનીના ગ્રાહકોને લાગ્યો ઝાટકો

જે કંપનીઓ પર નવી ઈ-કોમર્સ નીતિથી ઝાટકો લાગશે, તેમાં ગ્રોફર્સ, બિગ બાસ્કેટ, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી મોટી અને નાની કંપનીઓ સામેલ છે. હવે આ કંપનીઓ ગ્રાહકોને સામાન ખરીદવા પર વધારે ડિસ્કાઉન્ટ અને કેશબેક આપે છે.

3 લાખ કરોડનો છે વ્યાપાર

ઑનલાઇન ગ્રોસરી અને ફળ-શાકભાજી વેચવાથી આખા દેશમાં 3.4 લાખ કરોડ રૂપિયાનો વેપાર થાય છે. 2016માં જ્યાં ફક્ત 0.4 ટકા કારોબાર થતો હતો, તો હવે 2018માં આ વધીને 2 ટકા થયો હતો. દેશના મોટા શહેરોમાં રહેનારા લોકો બજાર જઇને શાકભાજી, રાશન ખરીદવાના બદલે ઑનલાઇનને પ્રોત્સાહન આપે છે. 2030 સુધી આશા છે કે જેના માધ્યમથી કુલ 11 ટકાનું વેચાણ થવા લાગશે.

5 કરોડનો સ્ટૉક અટક્યો

સરકારની નવી ઈ-કોમર્સ નીતિથી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મોટી કંપનીઓને મોટો ઝાટકો લાગ્યો છે. હવે બંને કંપનીઓની પાસે લગભગ 5 હજાર રૂપિયાનો સ્ટૉક પડ્યો છે. આ કંપનીઓએ પોતાનો આ સ્ટૉક 1 ફેબ્રુઆરી પહેલા ખત્મ કરવો પડશે.

આ સાથે જ હવે એવા વ્યાપારી પોતાનો સામાન એવા પ્લેટફોર્મ પર વેચી શકશે નહીં, જેણે કંપનીમાં ભાગીદારી પણ ખરીદી લીધી છે. આ પગલાથી એમેઝોન અને વાલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ જેવી કંપનીઓની બમ્પર ડિસ્કાઉન્ટની રજૂઆત અને ગેરકાયદેસર વેપાર પર રોક લાગશે.

નહી થાય એક્સક્લૂઝીવ વેચાણ

ઑનલાઇન કંપનીઓ પર હવે કોઈ પણ ઉત્પાદનનું એક્સક્લૂઝીવ વેચાણ થઇ શકશે નહીં. કેન્દ્ર સરકારે બુધવારે એક આદેશ જાહેર કરીને આ પ્રકારના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેનાથી છૂટક વેપારીઓને સામાન પ્રતિસ્પર્ધાની તક મળશે. હવે આવા કોઇ કાયદો ના હોવાથી ઑનલાઇન માર્કેટમાં એક્સક્લૂઝીવ ઉત્પાદનોના સેલ લગાવીને કંપનીઓ સારી આવક કમાવી રહી હતી.

READ ALSO

Related posts

દિલ્હી સરકારની આ યોજનાનો બહુ મોટો ફાયદો ઉઠાવી રહી છે મહિલાઓ

NIsha Patel

ફુઆએ ભત્રીજી સાથે દુષ્કર્મ આદર્યું, બનાવ્યો અશ્લીલ વીડિયો અને પછી…

Dharika Jansari

ના હોય! અહીં માનવીના મૃત્યુ થવા પર છે પ્રતિબંધ, કારણ જાણશો તો લાગશે નવાઇ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!