શું થાય છે? આપણી બેન્કની વિગતો/ઓટીપી તફડાવવામાં ઠગને રિમોટ એક્સેસ એપ ઉપયોગી થાય છે અને આવી એપ આપણે પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરવી જરૂરી છે એવું ઠસાવવા માટે ઠગને કોઈ મજબૂત કારણ જોઇતું હોય છે. એ માટે મોટા ભાગે તેઓ વોલેટ કે બેન્કની કેવાયસી પ્રોસેસ પૂરી કરવાનું કારણ આપે છે. ઠગ સાવ નજીવા ખર્ચે હજારો-લાખો લોકોને તેમની કેવાયસી પ્રોસેસ પૂરી કરવી જરૂરી હોવાના મેસેજ મોકલી શકે છે. આમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ ઠગે જણાવેલ વોલેટ કે બેન્કનો ઉપયોગ કરતી હોય એ સ્વાભાવિક છે. તેઓ છટકામાં આવી જાય છે.

શુું ધ્યાન રાખવું? એસએમએસ કે અન્ય રીતે આવેલ કેવાયસી સંબંધિત મેસેજ પર ધ્યાન આપો નહીં. તેમાં જણાવેલ નંબર પર ક્યારેય કોલ કરશો નહીં કે એ વ્યક્તિના કહેવાથી કોઈ એપ ઇન્સ્ટોલ કરશો નહીં અને ટ્રાન્ઝેકશન કરશો નહીં. તમારા વોલેટની કેવાયસી પ્રક્રિયા કદાચ ખરેખર અધૂરી હોય તો બહુ બહુ તો વોલેટનો ઉપયોગ બંધ થશે, પરંતુ મોટા નુકસાનમાંથી તમે બચી શકશો.
Read Also
- તમારા કામનું/ રેશન કાર્ડને લગતી હોય કોઇ સમસ્યા કે પછી રેશન ડીલર કોઇ આનાકાની કરે આ નંબર પર કરો ફરિયાદ, તરત આવશે નિવારણ
- ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો કર્યો નિર્ણય, ભારતનું પલડું ભારે
- મહારાષ્ટ્ર: ભિવંડીમાં 41 વર્ષના વ્યક્તિનું કોરોના વેક્સિન લીધા બાદ થયું મોત, પરિવાર શોકમગ્ન
- નોકરી વાળા લોકો માટે આ છે રોકાણના યોગ્ય વિકલ્પ, થશે મોટો ફાયદો
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 કેસો નોંધાયા,૪૨ દિવસ બાદ સર્વોચ્ચ કેસ