GSTV
Ahmedabad ગુજરાત

વિજળીનું બિલ બાકી હોવાનું કહી ગઠીયાએ ઓનલાઈન સેરવી લીધા આટલા લાખ, 1 આરોપી જબ્બે

અમદાવાદ સાઇબર ક્રાઇમે વીજળીનું બિલ બાકી છે તેવું કહીને છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ કરી છે. સુરતના ઓનલાઈન છેતરપિંડીના માસ્ટર માઈન્ડ સાવને ફરી એકવાર છેતરપિંડીમાં પોતાનો કિમિયો અપનાવ્યો હતો.

જે અંગેની સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ નોંધાતા એક આરોપી જીગ્નેશ નાવડીયાની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીને વીજળીનું બિલ બાકી છે તેવું કહીને આરોપીએ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા 6 લાખની છેતરપીંડી આચારી હતી.

આરોપીએ માસ્ટર માઈન્ડ સાવનના કહેવાથી છેતરપીંડીના રૂપિયાથી સોનાની ખરીદી કરી હતી. જે અંગેની સાયબર ક્રાઇમને ફરિયાદ મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલતો સાઇબર ક્રાઇમ બ્રાન્ચે જીજ્ઞેશની ધરપકડ કરીને મુખ્ય આરોપી સાવનની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

READ ALSO

Related posts

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda

Drone Show / 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ  સંધ્યાએ 600 ડ્રોનનો અદ્ભૂત ડ્રોન-શો યોજાયો, જુઓ રોમાંચક વિડીયો

Hemal Vegda

અમદાવાદ / ઢોરવાડા ફૂલ થઈ જતા રખડતા ઢોર  પકડવાની કામગીરી પડી ધીમી

Hemal Vegda
GSTV