GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

હવે ઓનલાઈન છેતરપિંડીનો બની ગયા છો ભોગ તો ના કરશો ચિંતા, આ કંપની આપી રહી છે આ લાભ

કોરોના સંકટની વચ્ચે જ્યારે ડિજિટલ ટ્રાંજેક્શન વધ્યુ છે, ત્યારે ઓનલાઈન છેતરપિંડીના મામલાઓ પણ વધી રહ્યા છે. ભલે પછી સામાન્ય માણસ હોય કે, ખાસ કોઈપણ તેનો શિકાર થઈ શકે છે. એવામાં લોકોને રાહત આપવા માટે ICICI લોમ્બાર્ડ જનરલ ઈંશ્યોરેંસ કંપની એક વીમો લઈને આવી છે. તો આવો જાણીએ શું છે આ પોલીસી અને કોને લેવી જોઈએ.

રિટેલ સાઈબર લાયબિલિટી ઈંશ્યોરેંસ પોલીસી

ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન છેતરપિંડિ કરનાર ઘણીવખત લોકોની પર્સનલ માહિતી જાણીને તેમને ક્રેડિટ કાર્ડમાંથી લાંબી શોપિંગ કરી લેતા હોય અથવા બેન્ક એકાઉંટ ખાલી કરી દેતા હોય છે. એવા લોકોને બેન્ક અથવા ક્રેડિટ કાર્ડ કંપનીમાંથી ખૂબ જ ઓછી રાહત મળે છે. તેને જોતા જ ICICI લોમ્બાર્ડ જનરલ ઈંશ્યોરેંસ કંપની એક રિટેલ સાઈબર લાયબિલિટી ઈંશ્યોરેંસ પોલીસી લઈને આવી છે. જે હેઠળ લોકોને ડિજિટિલ દુનિયાના ખતરાઓથી બચાવવા માટે એક વીમાનું કવર આપવામાં આવે છે. આ પોલિસી લેનારની સાથે જ તેમના પરિવારજનોને પણ તે હેછળ કવર મળે છે.

શું છે પોલિસીમાં

જ્યારે કોઈ પોલિસીધારકને કોઈ ઓનલાઈન ફ્રોડ અથવા અન્ય કોઈપણ પ્રકારથી ડિજિટલ ટ્રાંજેક્શનમાં વધારે નાણાકિય નુકસાન થાય છે. તો આ વીમા પોલીસીથી તેમના નુકસાનની ચૂકવણી કરવામાં આવે છે, જે ખૂબ જ ફાયદાકાર છે. તેનુ પ્રિમિયમ દર દિવસે 6.5 રૂપીથી લઈને 65 રૂપિયા સુધી હોય છે. જે હેઠળ સમ ઈંશ્યોર્ડ 50 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધી હોય છે. એટલે કે, તમારે જો કોઈ આવી છેતપિંડીથી 50 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની નુકસાન થાય છે તો, કંપની તેની ચૂકવણી કરશે. આ પોલીસીમાં 1 વર્ષ સુધી પોલિસીધારકના પરિવાર અને તેમના બાળકો સહિત કવર મળે છે. જે હેઠળ તમારી આઈડેંટિટીની ચોરી, સાઈબર બુલિઈંગ, સાઈબર એક્સટોર્શન, માલવેયર ઈન્ટ્રેશન, બેન્ક ખાતે, ક્રેડિટ કાર્ડ, મોબાઈલ વોલેટ વગેરે અનધિકૃત અથવા બનાવટી રીતતી ઉપયોગ કવર આવરી લેવામાં આવે છે.

કોને ખરીદવુ જોઈએ.

જો તમે વધારે ટેક સેવી નથી અને ડિજિટલ ટ્રાંજેક્શન વધારે કરો છો તો, તમારે કોઈપણ પ્રકારના સંભવિત નુકસાનથી આ પોલિસી બચાવી શકે છે. આ તમારા માટે ખૂબ જ સારુ છે, પરંતુ જો તમે સાઈબર ખતરાઓથી વધારે જાણીતા છો અને બધા પ્રકારની સુરક્ષા ચોક-ચોબંધ રાખો છો તે તમે બધા પ્રકારના જોખમની તપાસ કરીને બાદમાં નક્કી કરો કે, તમારે આ લેવુ ફાયદાકારક છે કે, નહી.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!