GSTV
Ahmedabad Trending ગુજરાત

રાજ્યના ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, ફરીથી શરૂ થશે ઓનલાઈન એજ્યુકેશન

30

રાજ્યમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. સોમવારથી રાબેતા મુજબ ખાનગી શાળા સંચાલકો ફરીથી ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરશે. સ્વનિર્ભર શાળા સંચાલકોએ ફરીથી ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓના હિતમાં એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલે આ નિર્ણય લીધો છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે હાઈકોર્ટમાં લડત ચાલુ રહેશે.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલકે આ નિર્ણય લીધો. બાદમાં સુરત, અમદાવાદ સહિતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પણ સમર્થન આપીને વિદ્યાર્થીઓના હિતમાં ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવા નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી શાળાઓ સંચાલકોએ ફી ન લેવી તેવા હાઈકોર્ટના ચૂકાદા બાદ રાજ્ય સરકારે આ મામલે ઠરાવ પસાર કર્યો હતો. તો તેની સામે ખાનગી શાળા સંચાલકોએ ઓનલાઈન એજ્યુકેશન આપવાનું પણ બંધ કરી દીધું હતું.

READ ALSO

Related posts

કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત

GSTV Web Desk

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ

GSTV Web Desk
GSTV