GSTV
Coronavirus Gujarat Gandhinagar Trending ગુજરાત

શાળા સંચાલકોની મનમાની સામે સરકારની લાલ આંખ, ખાનગી શાળાના વિદ્યાર્થીઓને લઈને શિક્ષણમંત્રીએ લીધો મોટો નિર્ણય

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ઓન લાઈન શિક્ષણ બંધ કર્યાના 24 કલાકમાં સરકાર એક્શનમા આવી છે. શિક્ષણ મંત્રીએ મૌન તોડી મોટું નિવેદન આપ્યું હતુ. ખાનગી શાળાના વિદ્યાર્થીઓને પણ રાજ્ય સરકાર ઓનલાઈન શિક્ષણ આપશે. ઓન લાઈન શિક્ષણ આપવા માટે સમિતિની રચના કરાઈ છે. અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાના વિદ્યાર્થીઓને પણ સરકાર ઓનલાઈન શિક્ષણ આપશે. અંગ્રેજી માધ્યમની શાળાઓનો તત્કાળ અભ્યાસક્રમ તૈયાર કરવા શિક્ષણ મંત્રીએ સૂચના આપી છે.

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાના વિદ્યાર્થીઓને સરકાર ઓનલાઈન શિક્ષણ આપશે. શાળા સંચાલકોની મનમાની સામે સરકારની લાલ આંખ કરી છે. વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ જળવાઈ રહે તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રાજ્ય સરકાર માત્ર સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને જ ઓનલાઈન શિક્ષણ આપતી હતી, ટેલીવિઝન અને સોશિયલ મીડિયા થકી રાજ્ય સરકાર ઓનલાઈન શિક્ષણ આપશે.

READ ALSO

Related posts

આમ આદમી પાર્ટી ‘રેવડી કલ્ચર’ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી, ભાજપે ખેલ્યો છે આ દાવ

Hardik Hingu

એવું તે શું થયું, શા માટે નીતીશ કુમારે ફાડ્યો ભાજપ સાથે છેડો? જાણો અહીં

GSTV Web Desk

ફરી વિવાદમાં સ્મીમેર હોસ્પિટલ: પરિસરમાંથી મળી આવી દારૂની ખાલી બોટલો, AAPના કોર્પોરેટરોએ ભાજપ શાસકો સામે ઉઠાવ્યા સવાલો

Zainul Ansari
GSTV