GSTV

ભણશે ગુજરાત : બંધ સ્કૂલો વચ્ચે 60 ટકા છાત્રો પાસે નથી ડિજિટલ ડિવાઈસ તો ક્યાંથી ભણ્યા છાત્રો, ઓનલાઈનનું ધૂપ્પલ ચાલ્યું

કોરોનાને લીધે સ્કૂલો બંધ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ બાળકોને ઓનલાઈન શિક્ષણ પુરુ પાડવા માટે વર્ચ્યુલ ક્લાસ સાથે હોમ લર્નિંગ શરૃ કરવામા આવ્યુ છે. પરંતુ ખરેખર કેટલા બાળકો ભણે છે અને કેટલા બાળકો પાસે મોબાઈલ-કોમ્પ્યુટર સહિતના ડિજિટલ ડિવાઈઝ છે તે જાણવા માટે રાજ્ય સરકારે સમગ્ર શિક્ષાના માધ્યમથી રાજ્યની સ્કૂલોના બાળકોનો સર્વે કરાવ્યો અને જેમાં જાણવા મળ્યુ કે સરકારી અને ગ્રાન્ટે સ્કૂલોના મહદઅંશે ૪૦ ટકા વિદ્યાર્થીઓ જ ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ સરકારે જ તમામ સ્કૂલોને માઈક્રોસોફટ ટીમથી ધો.૩થી૧૨માં ફરજીયાત રોજના બે કલાક ઓનલાઈન ભણાવવા આદેશ કર્યો છે.

બંધ સ્કૂલો વચ્ચે 60 ટકા છાત્રો પાસે નથી ડિજિટલ ડિવાઈસ

ક્યાંથી ભણ્યા છાત્રો,

ધો.૯થી૧૨માં વર્ચ્યુલ શાળા અંતર્ગત યુટયુબ, ફેસબુક,માઈક્રોસોફ્ટ ટીમ અને જીયો ટીવી મારફત લાઈ વેબકાસ્ટ પણ થઈ રહ્યુ છે. તેની લિંક વિદ્યાર્થીઓને પહોંચાડવામા આવે છે.પરંતુ બીજી સરકારે જ કરેલા સર્વેમાં ધ્યાને આવ્યુ છે કે યુટયુબના,ફેસબુકના અને જીયો ટીવીના ઓનલાઈન લેક્ચર્સ જોવા માટે તમામ વિદ્યાર્થીઓ પાસે ડિજિટલ ડિવાઈસ નથી. માત્ર ૪૦ ટકા જેટલા બાળકો પાસે જ ડિજિટલ ડિવાઈસ છે.

ઓનલાઈનનું ધૂપ્પલ ચાલ્યું

જ્યારે ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ દ્વારા સમગ્ર શિક્ષા હેઠળ તમામ ડીઈઓ-ડીપીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓને પરિપત્ર કરીને તમામ શાળાઓમાં માઈક્રોસોફ્ટ ટીમ્સથી વર્ચ્યુલ ક્લાસ દ્વારા ફજીયાત શિક્ષણ આપવા આદેશ કરવામા આવ્યો છે. પરિપત્રમાં જણાવાવમા આવ્યુ છે કે ધો.૩થી૧૨માં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ભણતા બાળકો અને શિક્ષકો માટે યુઝર એકાઉન્ટ બનાવેલ છે ત્યારે અમુક શિક્ષકો જ ઓલનાઈન શિક્ષણ આપી રહ્યા છે.

અમુક શિક્ષકો જ ઓલનાઈન શિક્ષણ આપી રહ્યા છે

તમામ શાળાઓને માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા બાળકોને ભણાવવા માટે ધોરણ મુજબ ટાઈમ ટેબલ આપવામા આવ્યુ છે.એટલુ જ નહી તમામ સ્કૂલોને ફરજીયાત ધો.૩થી૫માં રોજના એક કલાક, ધો.૬થી૮માં દોઢ કલાક અને ધો.૯થી૧૨માં ફરજીયાત રોજના બે કલાક વિવિધ વિષયનું ઓનલાઈન શિક્ષણ આપવા આદેશ કરવામા આવ્યો છે.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

IPL 2020/ જાડેજાએ કોલકાતા પાસેથી છીનવી લીધી જીત, ચેન્નાઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું

Pravin Makwana

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!