GSTV
Home » News » ભારતમાં ઈલેક્ટ્રિક વાહનથી પાર્સલની ડિલીવરી કરશે Amazon, 2025 સુધીમાં અમલ

ભારતમાં ઈલેક્ટ્રિક વાહનથી પાર્સલની ડિલીવરી કરશે Amazon, 2025 સુધીમાં અમલ

અમેઝોનના સીઈઓ બેજોસ ગયા અઠવાડિયે ભારતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત માટે કંપનીનું પ્લાનિંગ રજૂ કર્યું. આ માટે કંપનીએ એક બિલિયન ડૉલરના ઈન્વેસ્ટમેન્ટનો પ્લાન બનાવ્યો છે. આ સાથે જ ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ ડિલીવરી સિસ્ટમ શરૂ કરવાની પણ તૈયારી કરી રહ્યા છે.

બહુ જલદી ગ્રાહકોને ઈલેક્ટ્રિક વ્હિકલ દ્વારા ડિલીવરી કરવામાં આવશે. જેફ બેજોસે ટ્વીટ કરી આ અંગેની માહિતી આપી છે. તેમણે લખ્યું, ભારતમાં અમે ઝીરો કાર્બન અને સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રોનિક ઈ-રિક્ષાની નવી ફ્લિટ લાવી રહ્યા છીએ.

અમેઝોનના દાવા અનુસાર વર્ષ 2025 સુધીમાં કંપની લગભગ 10 હજાર ઈ-વ્હીકલ્સને નવી ડિલીવરી સિસ્ટમ માટે લાવશે, તો 2030 સુધીમાં કંપનીનો ઈરાદો આ આંકડો લગભગ 1 લાખ સુધી પહોંચાડવાનો છે. ડિલીવરી માટે ત્રણ ચાર પૈડાંવાળાં ઈલેક્ટ્રોનિક વ્હીકલને ઉપયોગમાં લેવામાં આવી શકે છે. ઈલેક્ટ્રિક વ્હિકલ ડિલીવરી સર્વિસને હૈદરાબાદ, દિલ્હી, એનસીઆર, બેંગલોર, અમદાવાદ, કોયંબતૂર, નાગપુર અને પુણેમાં શરૂ કરવામાં આવશે.

ઈલેક્ટ્રિક વ્હીકલ ડિલીવરી અમેઝોનની એક સારી પહેલ છે, જેનાથી પોલ્યૂશનમાં ઘટાડો આવશે.વર્ષ 2030 સુધીમાં વર્ષે 4 મેટ્રિક ટન કાર્બનનું ઉત્સર્જન ઘટશે.

આ સિવાય ફ્લિપકાર્ટ પણ ગયા વર્ષે જ માર્ચ 2020 સુધીમાં કંપનીના 40 ટકા ઈલેક્ટ્રિક ડિલિવરી વ્હીકલ લાવવાની જાહેરાત કરી ચૂકી છે.

Read also:

Related posts

રાષ્ટ્રવાદ અને ભારત માતા કી જયના નારાનો ખોટી રીતે ઉપયોગમાં કરવામાં આવી રહ્યો છે : મનમોહન સિંહ

Nilesh Jethva

સોનભદ્ર સોનાની ખાણમાં 3000 ટન નહીં પરંતુ માત્ર આટલા કિલો છે સોનું

Nilesh Jethva

અંગ્રેજી વિષયનું અધરૂ પેપર જોઈ વિદ્યાર્થિની બેભાન થઈ ગઈ, ક્લાસરૂમમાં દોડધામ મચી ગઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!