GSTV

સાવધાન / બાળકો માટે ખૂબ જ જોખમકારક છે ઓનલાઇન ક્લાસ, શરીરની સાથે-સાથે મગજ પર પણ પડે છે ખરાબ અસર

Last Updated on July 28, 2021 by Zainul Ansari

કોરોના વાઇરસે વિશ્વને એવી સ્થિતિઓથી પરિચિત કરાવ્યો છો, જેની કોઇકે કલ્પના પણ કરી નહતી. વિશ્વભરના કરોડો લોકોએ તેમના જીવનમાં પ્રથમ વખત લોકડાઉનનો સામનો કર્યો. વર્ક ફ્રોમ જેવી વ્યવસ્થાઓ જોઇ અને વિદ્યાર્થીઓએ ઓનલાઇન ક્લાસિઝ જેવી વ્યવસ્થા જોઇ. ભારતમાં ગત વર્ષથી જ ઓનલાઇન ક્લાસિઝ ચાલી રહ્યા છે. કોરોના વાઇરસની પ્રથમ લહેર પછી દેશના ઘણા રાજ્યોમાં શાળા શરૂ જ થઇ હતી કે બીજી લહેરની દસ્તક થઇ. પછી શાળા કોલેજો ફરી બંધ કરવામાં આવી. જોકે હવે ફરી એકવાર કેટલાક રાજ્યોમાં શાળા શરૂ કરવામાં આવી રહી છે. ઓનલાઇન ક્લાસ દરમિયાન બાળકોને એક તરફ શિક્ષણનો નવો અનુભવ મળ્યો, તો બીજી તરફ તેના કારણે બાળકોમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સમસ્યા જોવા મળી.

બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોબાઇલથી દૂર રાખવું ખૂબ જ જરૂરી

ઓનલાઇન ક્લાસ બાળકો માટે કેટલી ફાયદાકારક છે અને કેટલી નુકશાન કારક છે? તેના પર ડોક્ટરોનું કહેવુ છે કે મોબાઇલ ફોનની સામે કલાકો સુધી બેસી રહેવું બિલકુલ પણ યોગ્ય નથી. અમેરિકન એકેડમી ઓફ પિડિયાટ્રિક્સ મુજબ 2 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના બાળકોને મોબાઇલ ફોનની સ્ક્રીનથી દૂર રાખવા જોઇએ. જ્યારે 2થી 4 વર્ષના બાળકોને વધુમાં વધુ એક કલાક જ મોબાઇલ ફોન આપવો જોઇએ, તે પણ માતા-પિતાની હાજરીમાં.

ઓનલાઇ ક્લાસિઝના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર કરાબ અસર

એક પ્રસિદ્ધ ડોક્ટરે જણાવ્યું કે ઓનલાઇન ક્લાસિઝને લઇને થયેલી એક સ્ટડીનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે સ્ટડીમાં સામેલ અંદાજે 58 ટકા બાળકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ. 18 ટકા વાલીઓએ જોયું કે તેમના બાળકો આક્રમક અથવા ગુસ્સાવાળા થઇ ગયા છે. ઓનલાઇન ક્લાસિઝના કારણે બાળકોમાં બીજી પણ અનેક પ્રકારની સમસ્યાઓ જેમ કે- શારીરિક તણાવ, ચીડિયાપણું, આંખોમાં તાણ, કમરમાં દુખાવો, માથામાં દુખાવો, મેદસ્વિતા, ઉંઘ ન આવવી વગેરે. આ બધી સમસ્યાઓને જોતા નાના બાળકો માટે ઓનલાઇન ક્લાસિઝ બિલકુલ પણ યોગ્ય નથી.

10

બાળકોના માનસિક વિકાસ માટે પણ ઓનલાઇન ક્લાસ યોગ્ય નથી

ઓનલાઇન ક્લાસના કારણે બાળકોને થતી માનસિક સમસ્યાઓ અંગે ડોક્ટરોએ પણ પોતાની સંમતિ વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે ઓનલાઇન ક્લાસિઝના કારણે બાળકોમાં તણાવ અને ચિંતાની સમસ્યાઓ વધી રહી છે. શાળાના વર્ગોમાં બાળકો તેમના મિત્રો સાથે બેસીને અભ્યાસ કરતા હતા, પરંતુ ઓનલાઇન ક્લાસમાં આમ નથી. ઓનલાઇન ક્લાસના કારણે બાળકો સમાજથી પણ અલગ થઇ ગયા છે અને આટલી નાની ઉંમરમાં આમ થવું તેમના માટે ખૂબ જ નુકશાનકારક છે. તેના દ્વારા તેમના માનસિક વિકાસ પર પણ ખરાબ અસર થાય છે. ઓનલાઇન ક્લાસના કારણે બાળકો ડિમોટિવેટ થઇ રહ્યા છે. આટલું જ નહીં, તેના કારણે બાળકો ઇનડિસીપ્લીન પણ થઇ રહ્યા છે.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!