GSTV

સાવધાન: જો તમને પણ આવા નંબર પરથી આવતા હોય કોલ તો ક્યારેય ન ઉઠાવતા, બેંક અકાઉન્ટ થઈ જશે ખાલી

દેશમાં ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ ફ્રોડના વધતા મામલાને જોતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે સાઈબર સુરક્ષા માટે ટ્વીટર હૈંડલ સાઈબર દોસ્ત પર યૂઝર્સને આ અંગે ચેતવણી આપવામાં આવી છે. સરકારે યુઝર્સને ફેક કોલ્સને લઈ ચેતવણી આપી છે. સાઈબર દોસ્તના ટ્વીટર હૈંડલ પર આ અંગે જાણકારી આપવમાં આવી છે. જેના કારણે યુઝર્સ સુરક્ષિત રહી શકે. મોબાઈલ ફોન પર આવતા કોલ્સની મદદથી ફ્રોડ સુધી પહોંચવુ જૂનો ઉપાય છે. જો કે, હાલમાં આવા અનેક મામલા સામે આવ્યા છે જેમાં ફોન કોલ દ્વારા બેંક અકાઉન્ટ ખાલી થઈ જતા હોય છે.

આવા નંબર પરથી આવી રહ્યા છે કોલ્સ

મોટા ભાગના કોલ +92 અને +01થી શરૂ થતા હોય છે. ફ્રોડ કરનારા લોકોના મોટા ભાગના કોલ +92 થી શરૂ થતાં નંબરો પરથી કોલ આવતા હોય છે. આવા નંબરો ઉપરાંત યુઝર્સને વોટ્સએપ કોલ પણ આવે છે. આવા કોલ્સથી વોટ્સએપની ડિટેલ અને માહિતી ચોરી લેતા હોય છે. સાઈબર દોસ્ત તરફથી જણાવામાં આવ્યુ છે કે, આવા કોલ્સથી સતર્ક રહો અને પોતાની બેંકીંગ ડિટેલ કોઈને પણ ન આપો. જો કે, બેંક પણ આ અંગે મેસેજ મોકલીને સમય સમયે જાગૃત કરે છે.

લક્કી ડ્રો અથવા લોટરીની લાલચ

કોલ દરમિયાન લોકોને બેંક અકાઉન્ટ અથવા ડેબિટ/ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ સુધી જાણકારી ચોરી લેતા હોય છે. જેના માટે તેઓને લોટરી જીતના અથવા ડ્રોમાં નામ આવ્યાની લાલચ આપતા હોય છે. બાદમાં બેંકીંગ ડીટેલ્સ માગી જીતેલી રકમ ખાતામાં ટ્રાન્સફર થશે. ફ્રોડ કરનારા લોકો કોઈ કંપનીના નામ લઈને યુઝર્સનો વિશ્વાસ જીતી લેતા હોય છે. બેંકની ડિટેલ કોઈની પણ સાથે શેર કરો નહીં. આવુ કરવાથી ક્યૂઆર કોડ સ્કેન કરી અથવા તો વારંવાર તેને મોકલી સ્કેન કરી લેતા હોય છે. આવુ કરનારા લોકો અલગ અલગ નંબરોથી કોલ્સ કરતા હોય છે. બેંકની ડિટેલ ક્યારેય પણ કોઈની સાથે શેર કરવી નહીં.

READ ALSO

Related posts

પશ્ચિમ બંગાળમાં આ તારીખથી ખુલી રહ્યા છે સિનેમા અને થિયેટર, આવી ગયો મુખ્યમંત્રીનો આદેશ

Pravin Makwana

ડ્રગ્સ કેસ : દીપિકાની આજે NCB કરશે પૂછપરછ, આ સવાલોના આપવા પડશે જવાબો

Arohi

આવો પુલાવ નહીં જ ખાધો હોય તમે! આજે ડિનરમાં ટ્રાય કરો કંઈક નવું, બનાવો ‘ચટણી પુલાવ’

Arohi
Do NOT follow this link or you will be banned from the site!