GSTV

કરદાતાઓના તમામ આઇટી રિટર્નની હવે ગુપ્ત અધિકારી દ્વારા કરાશે ઓનલાઈન આકારણી

આઇટી રિટર્ન ફાઈલ કરનારા તમામ કરદાતાઓના રિટર્નની હવેથી સંપૂર્ણપણે ઓનલાઈન આકારણી જ કરવામાં આવશે. 13મી ઓગસ્ટ 2020થી આ સિસ્ટમ લાગુ કરી દેવાની સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે જાહેરાત કરી દીધી છે.

અધિકારીના નામ સહીત વિગતો રાખશે ગુપ્ત

કરદાતાને આકારણી કરનારા અધિકારીના નામ કે અન્ય વિગતો મળી શકશે જ નહિ. માત્ર દરોડાના અને સરવેના જે કેસો સેન્ટ્રલ સર્કલમાં ટ્રાન્સફર કરી દેવાયા હશે તેવા જ કેસોમાં ઓનલાઈન આકારણી કરી શકાશે નહિ.

આઇટી

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસે કરી જાહેરાત

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસે 13મી ઓગસ્ટે એક પરિપત્ર કરીને આ જાહેરાત કરી દીધી છે. પરિપત્રમાં જણાવવૈામાં આવ્યું છે કે હવેથી આકારણી માટેના દરેક ઓર્ડર ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ 2019 હેઠળ જ પાસ કરવામાં આવશે. નેશનલ ઇ-એસેસમેન્ટ સેન્ટરના માધ્યમથી જ આ ઓર્ડર પાસ કરવામાં આવશે.

આ નવી વ્યવસ્થામાં છે અપવાદ

જોકે તેમાં બે અપવાદ રાખવામાં આવ્યા છે. આ આપવાદમાં સેન્ટ્રલ ચાર્જની ઑફિસને સુપરત કરી દેવામાં આવેલા કેસમાં ઓનલાઈન આકારણી કરવાની સિસ્ટમનો અસ્વીકાર કરવામાં આવ્યો છે.

આ કેસોની આકારણી નહિ કરાય

બીજા શબ્દોમાં કહીએ તો દરોડાના અથવા તો સરવેના જે કેસોની આકારણીની કામગીરી આ અગાઉ જ સેન્ટ્રલ ચાર્જમાં મોકલી દેવામાં આવી હશે તેમના કિસ્સામાં આ જોગવાઈ લાગી પડશે. નહિ.

ટ્રાન્સફર પ્રાઇસિંગના કેસોમાં પણ નહિ થાય આકારણી

આ જ રીતે ટ્રાન્સફર પ્રાઈસિંગના એટલે કે એક કંપનીના નફાની મોટાભાગની રકમ બીજી કંપનીના ચોપડામાં ટ્રાન્સફર કરી દઈને આવક ઓછી બતાવવામાં આવી હોય અને વેરાની ચૂકવણીમાં ગરબડ કરવામાં આવી હોય તેવા કેસ પણ સેન્ટ્રલ સર્કલમાં ટ્રાન્સફર કરી દેવાયા હોય તેવા કેસમાં પણ ઓનલાઈન આકારણી કરવામાં આવશે નહિ.

આ અપવાદ સિવાય તમામ કેસોમાં થશે ઓનલાઇન આકારણી

આ બે અપવાદ સિવાયના તમામ કેસોમાં હવેથી ઓનલાઈન આકારણી જ કરવામાં આવશે. તેરમી ઓગસ્ટ 2020થી સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસના નવા ઓર્ડરને અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આકારણીની પ્રક્રિયામાં પારદર્શકતા આવી

આ પગલું લઈને આવકવેરા ખાતું તેના કામકાજના સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝેશનની દિશામાં કદમ માંડી રહ્યું છે. તેને પરિણામે કરદાતાઓને મળી રહેલી સેવાના ધોરણોમાં ઉત્તરોત્તર ખાસ્સો સુધારો જોવા મળ્યો છે. તેમ જ કરદાતાઓની આકારણીની પ્રક્રિયામાં ખાસ્સી પારદર્શકતા આવી ગઈ છે.

નવી વ્યવસ્થા અમલમાં મૂકવાને પરિણામે કરદાતાને તેના આાકરણી અધિકારીના નામની પણ જાણકારી મળી શકશે નહિ. આમ ખરેખર અમદાવાદના કરદાતાના રિટર્નની આકારણી કોલકાતા કે જમશેદપુરના અધિકારી મારફતે થવા માંડશે.

કરદાતાઓના રિટર્નની આકારણીમાં આચરવામાં આવી રહેલા કરપ્શનને અંકુશમાં લેવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સરકારે અત્યાર સુધીમાં ઈ-ગવર્નન્સના લીધેલા પગલાંઓના ખાસ્સા સારા પરિણામો મળ્યા છે.

નોટબંધી સમયે આવકવેરા અધિકારીઓએ કરદાતાઓને ઝડપી લઈને તેમની સાથે મોટી રકમની સોદા બાજી કરી હોવાતી આ નવતર વ્યવસ્થા કરવામાં આવી છે. 2019ની સાલમાં જાહેર કરવામાં આવેલી ફેસલૅસ એસેસમેન્ટ સ્કીમ મારફતે જે ઓર્ડર કરવામાં આવ્યા હતા તે તમામ ઓર્ડર માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે આવકવેરા ધારા 1961ની કલમ 1119 હેઠળ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કર્યો હતો.

MUST READ:

Related posts

સરકારી હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતી દવાઓ વધુ એક વખત ફેલ થતા ચકચાર

Nilesh Jethva

ખાનગી શાળાની દાદાગીરી: સ્કૂલ ફી ન ભરતા શિક્ષણમંત્રીની ભાણેજનું નામ હટાવી દીધું, થઈ જોવા જેવી

Pravin Makwana

રાજ્યના આ જિલ્લા પોલીસનો નવતર પ્રયોગ, વાહન ચાલકોને આપ્યાં મફતમાં હેલમેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!