GSTV
Gujarat Government Advertisement

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડૂંગળીની ચોરી થતા વેપારીઓ વિફર્યા

Last Updated on December 5, 2019 by

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની ૧૫ થેલી ચોરી થતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને જેને લેઈને હરાજી મોડી શરૂ કરતા ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે એ.પી.એમસી ના સંચાલકો સાથે વેપારીઓ એ બેઠક યોજ્યા બાદ સુરક્ષા વધારવાની ખાતરી સાથે હરાજી શરુ કરવામાં આવી હતી.

ડુંગળીએ તો હવે બધાને રોવડાવ્યા છે. ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂત ઓછું ઉત્પાદન અને આયાતની નીતિને લઈને રડી રહ્યા છે. તો મોંઘીદાટ ડુંગળીના ભાવ સાંભળી ગરીબો રડી રહ્યા છે, ત્યારે હવે ભાવનગરમાં ડુંગળી ખરીદનાર વેપારી પણ રડી રહ્યા છે. કારણ કે તેને ખેરીદેલ મોંઘી ડુંગળી કોઈક ચોરી ગયું ! મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે એક વેપારીની ૧૫ થેલી ડુંગળીની ચોરી થતા વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આજે સવારથી વેપારીઓ દ્વારા હરાજી બંધ કરી દેવામાં આવી હતી.

જો કે હરાજી બંધ હોવાના કારણે ત્યાં પોતાનો પાક્વેલો પાક લઈને વહેલી સવારથી આવેલા ખેડૂતોમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો અને ખેડૂતો દ્વારા હોબાળો મચાવી દેવામાં આવ્યો હતો. એક બાજુ વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે ડુંગળીનો પાક બગડી ગયો છે અને ખુબ જ ઓછો ઉતારો છે અને તે તૈયાર પાક જ્યારે માર્કેટિંગ યાર્ડમાં લાવવામાં આવે છે ત્યારે ત્યાં હરાજી બંધ હોય કે ભાવ ઓછા હોય જેવા હોબાળા થાય છે જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જો કે આ બાબતે બાદમાં વેપારીઓ દ્વારા એપીએમસીનાના સંચાલકો અને પદાધિકારી વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં વેપારીઓ દ્વારા યાર્ડમાં રાત્રી દરમિયાન સુરક્ષા વધારવામાં આવે તેમજ ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી અને બન્ને વચ્ચે સમજુતી બાદ આખરે હરાજી શરુ કરવામાં આવી હતી, જો કે હરાજી બંધ હોવાથી ખેડૂતો દ્વારા હોબાળો બોલાવતા એક સમયે પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી. જો કે આ બાબતે માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન જણાવી રહ્યા છે કે આને ચોરી ના કહી શકાય, કારણકે એક સાથે ડુંગળીનો આખો લોટ ગુમ ગુમ થયો છે. જે ભૂલથી બીજે ઉતરી ગયો હશે તે તપાસ કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!