GSTV

નવરાત્રી છતાં ડુંગળીના ભાવમાં 4 ગણો વધારો, દક્ષિણના રાજ્યો સૌથી વધારે પરેશાન, વરસાદે બધું બગાડ્યું

Last Updated on October 24, 2020 by

ડુંગળીની માંગ નવરાત્રીમાં ઘટતી હોવા છતાં બટાટા અને ડુંગળીના ભાવ મોદી રાજમાં આસમાને પહોંચી ગયા છે. જેના કારણે સામાન્ય માણસના રસોડાનું બજેટ બગડ્યું છે. છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવોએ બેંગલુરુમાં ચાર ગણો વધારો નોંધાવ્યો છે. 20 સપ્ટેમ્બરના રોજ બેંગલુરુમાં 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવ હતો. જે 88 રૂપિયે કિલો વેચાય છે. તિરુવનંતપુરમમાં ડુંગળી 90 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો છેલ્લા અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ .8 નો વધારો થયો છે. પાકિસ્તાન અને બાંગલાદેશમાં ડૂંગળીની નિકાસ ભારતે બંધ કરી હોવા છતાં આ હાલત છે.

દક્ષિણ રાજ્યોમાં ડુંગળીના ભાવ છેલ્લા 30 દિવસમાં બેથી ત્રણ ગણા વધી ગયા છે. તમિળનાડુમાં, તિરુચિરાપલ્લી સિવાય તમામ કેન્દ્રોમાં છૂટક કિંમતો બમણા કરતા વધારે છે. ડુંગળીના ભાવમાં રાહત મેળવવા માટે થોડો વધુ સમય લાગી શકે છે. વરસાદને કારણે તાજા પાકને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વ્યાપક નુકસાન થયું છે. જેના કારણે આયાતમાં થોડો વધુ સમય લાગશે. રાયપુર, ગોવા, ઇન્દોર અને ગ્વાલિયરમાં કિંમતોમાં 100 ટકાથી વધુનો વધારો થયો છે. કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગની વેબસાઇટ અનુસાર, 2018-19માં ડુંગળીનું ઉત્પાદન 2.28 કરોડ ટન હતું, જે આ વર્ષ 2019 – 20 માં મંત્રાલયના બીજા એડવાન્સ એસેસમેન્ટમાં 2.67 કરોડ ટન હતું. જોકે વરસાદને લીધે આ વખતે ડુંગળીનો પુરવઠો ખોરવાયો છે.

READ ALSO

Related posts

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari

પરીવહન મંત્રીએ ઉઠાવ્યો સવાલ – નાની અને સસ્તી કારમાં માત્ર 2-3 એરબેગ્સ, અમીરો માટે 8 કેમ?

Vishvesh Dave

Labour Code : લેબરકોડનો અમલ ચાલુ નાણાકીય વર્ષમાં થવાની શક્યતા ઓછી, જાણો કયા છે કારણો ?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!