GSTV
Gujarat Government Advertisement

ડુંગળી હવે માત્ર જનતાને જ નહીં પણ સરકારને પણ રડાવી રહી છે, રિટેલમાં પણ ભાવ આસમાને

ડુંગળીના વધતા જતા ભાવે અનેક રાજ્યોની સરકારના આંસુ વહાવી દીધા છે. સપ્લાઈની મુશ્કેલીને કારણે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સસ્તા ભાવે મળતી જાણે બંધ જ થઈ ગઈ છે. રીટેઈલ માર્કેટમાં પણ ડુંગળીના ભાવ આકાશને આંબી રહ્યાં છે. ડુંગળીના સૌથી મોટા ઉત્પાદક મહારાષ્ટ્રમાં વરસાદને કારણે પાકને નુકસાન થયું હોવાથી માર્કેટ વિદેશથી આયાત કરાયેલી અને અન્ય રાજ્યોની ડુંગળી ઠલવાઈ રહી છે.

તેમ છતાં સપ્લાઈ 500 ટન ઓછી છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે દેશભરમાં ટ્રેડર્સ માટે ડુંગળી સ્ટોક લિમિટ સાથે જોડાયેલા પ્રતિબંધની અવધિ અનિશ્ચિતકાળ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. તો ફુડ એન્ડ અફેયર્સ મિનિસ્ટર રામવિલાસ પાસવાને અસમર્થતા વ્યક્ત કરતા કહ્યું કે ડુંગળીના ભાવ ક્યાં સુધીમાં સામાન્ય થશે તે કહેવું મુશ્કેલ છે.

ડુંગળીની ઓછી આવકને પગલે 60-70 રુપિયા કિલોએ મળતી ડુંગળીના ભાવ 80-90 રૂપિયા સુધી પહોંચી ગયા છે. તો 30 રૂપિયે કિલોના ભાવે મળતી ડુંગળીનું વેચાણ હાલ બંધ થઈ ગયું છે. તો પૂણેમાં ડુંગળીની સપ્લાઈનું સંકટ વધી ગયું છે. મંડીમાં 70 રૂપિયાથી વધુના હોલસેલ ભાવે ડુંગળી વેચાય રહી છે તો રીટેઈલ કિંમત 110 રૂપિયા કિલોએ પહોંચી છે. કેન્દ્ર સરકારે 6,090 ટન ડુંગળી આત કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ ટ્રેડર્સને આશા છે કે તેનાથી કિંમત પર કોઈ ખાસ નહીં પડે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!