GSTV
Gujarat Government Advertisement

ડુંગળી ‘સદી’ ફટકાર્યા બાદ અણનમ : ભાવના ઘટાડા માટે હજુ પણ જોવી પડશે રાહ

Last Updated on December 27, 2019 by Mayur

ડુંગળી છેલ્લાં ચાર મહિનાથી સામાન્ય લોકોને રડાવી રહી છે. 100 રૂપિયા કિલોની આસપાસની કિંમતવાળી ડુંગળીની ખરીદી કરવી સામાન્ય લોકોને પોષાય તેમ નથી. ત્યારે હજુ નથી ખ્યાલ કે ડુંગળીની કિંમતમાંથી ક્યારે રાહત મળશે. વિદેશથી ડુંગળીની આવક વધવાથી આશા હતી કે ભાવ પર અંકુશ લાગશે પરંતુ આ આશા પણ ઠગારી નિવડી છે કેમકે તુર્કીએ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

વિશ્વમાં તુર્કીમાં સૌથી વધુ ડુંગળી પકવવામાં આવે છે, ત્યારે તેઓએ જ નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતાં આવક ઘટી શકે છે. તો બીજી બાજુ દેશના સૌથી મોટા ડુંગળી ઉત્પાદક પ્રદેશ મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદને કારણે ડુંગળીની આવક પ્રભાવિત થઈ શકે છે. જેનાથી કિંમતમાં ફરી વધારો જોવા મળી શકે છે.

દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ગુરૂવારે ડુંગળીના ભાવ 100-140 રૂપિયા પ્રતિ કિલો નોંધા હતા. જો કે મંત્રાલયની વેબસાઈટ મુજબ દેશભરમાં ડુંગળીના ભાવ 48થી 150 રૂપિયા પ્રતિ કિલો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!