GSTV
Gujarat Government Advertisement

ડુંગળીનો ભાવ આસમાને અને ભાવનગરમાં 750 કિલો કાંદાનો જથ્થો ગાયબ થઈ ગયો

Last Updated on December 6, 2019 by Mayur

ગુજરાતમાં છૂટક બજારમાં ડુંગળીનો ભાવ પહેલીવાર 120થી 150 રૂપિયે કિલોના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે. પહેલીવાર ડુંગળીનો ભાવ યુરો-ડૉલરથી વધ્યો છે. ગુરુવારે ડૉલરનો ભાવ 71 રૂપિયા હતો જ્યારે યુરોનો ભાવ 79 રૂપિયા હતો. ચાર મહિનામાં ડુંગળીના ભાવ પ્રતિકિલો રૂ. 30થી 40નો વધારો થયો છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 750 કિલો ડુંગળીનો જથ્થો ગાયબ થઈ જતા દોડધામ મચી હતી. ગુરુવારે સંસદમાં પણ ભાવ વધારાનો મુદ્દો ગાજ્યો હતો. સંસદની બહાર પણ વિપક્ષે મોંઘવારી મુદ્દે દેખાવો કર્યા હતા. ગુરુવારે કેન્દ્રીય મંત્રી અશ્વિન ચૌબેએ કહ્યું હતું કે મેં ક્યારેય જીવનમાં ડુંગળી ચાખી નથી તેથી બજારમાં ડુંગળીની શું સ્થિતિ છે તેનો મને ખ્યાલ નથી.

બાદમાં ગૃહમંત્રી અમિત શાહે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર અંકુશ માટે વાણિજ્ય મંત્રી ગોયલ, કૃષિ મંત્રી તોમર, પુરવઠા પ્રધાન પાસવાન સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!