GSTV
Gujarat Government Advertisement

ડુંગળીના રડાવાના દિવસો આવતા વર્ષે જ થશે પૂર્ણ, ભાવ વધવા પાછળનું આ છે મોટું કારણ

Last Updated on December 10, 2019 by Mayur

કોમોડિટીઝ અને એગ્રિકલ્ચરલ સેક્ટરના પૃથક્કરણકર્તા દીપક ચવાણે જણાવ્યું હતું કે માળખાકીય અસમર્થતા-સક્ષમતાને કારણે દર ત્રણથી ચાર વર્ષે કાંદાની કટોકટી ઊભી થાય છે અને એક તેનું મુખ્ય કારણ છે. તેમણે ઉમેર્યું કે કાંદા ઝડપથી બગડી જતી વસ્તુ છે અને અત્યાધુનિક સ્ટોરેજ સવલતોની ઉણપને કારણે પરિસ્થિતિ વધુ વણસી જાય છે.

દેશભરમાં દર વર્ષે ૬૦ લાખ ટન કાંદા પરંપરાગત રીતે સંગ્રહ કરવામાં આવે છે અને આમાંથી ૨૦ ટકા કાંદા બગડી જાય છે. જો એ ૧૨ લાખ ટન કાંદા આજે હોત તો આ કટોકટી સર્જાઈ ન હોત,’ એમ તેમણે જણાવ્યું છે. કાંદાના ભાવો નીચે આવ્યા ત્યારે સરકારે સબસિડી જાહેર કરી, એ અંગે તેમણે જણાવ્યું, ‘સબસિડી જાહેર કરવાને બદલે સરકારે એ નાણાંનો ઉપયોગ સ્ટોરેજ સવલતો જેવી માળખાકીય સવલતો ઊભી કરવા માટે કરવો જોઈએ.’

ચોમાસા પર મોટાભાગના પાક અવલંબે છે એવા ભારતમાં ખેતીની જમીનને લગતા અર્થતંત્રમાં કોમોડિટીની અછતને સરકાર વહેલી ભાખી શકે છે, પણ એમાં નિર્ણય લેવામાં નાનોસરખો વિલંબ માર્કેટમાં મોટો ખળભળાટ મચાવી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

કાંદા નિષ્ણાત અને નેશનલ એગ્રિકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (નાફેડ)ના ડિરેક્ટર નાના સાહેબ પાટીલે એવું આળ મૂક્યું હતું કે માગ અને પુરવઠાની સરકારની નીતિ મેળ ખાતી નથી. ‘દેશમાં મહિનાની કાંદાની કુલ ખપત ૫૦ હજાર મેટ્રિક ટન છે અને અત્યારે રોજની ખપત ૧૦ ટકાથી ૨૦ ટકા જેટલી છે અને તેનું આ જ મુખ્ય કારણ છે કે કાંદાના ભાવ કિલોના રૂા. ૧૫૦ની સપાટી વટાવી ગયા.’ પાટીલે એ વાતનું સમર્થન કર્યું કે લગભગ ૧૫,૯૦૮ મેટ્રિક ટન કાંદા સ્ટોર કરાયેલા કુલ કાંદાના લગભગ ૩૩ ટકા જેટલા છે, જે નકામાં જાય છે. એ બધાએ ‘નાફેડ’ના નાસિક, અહમદનગર અને પુણેમાં આવેલા ગોદામમાં હોય છે જે નષ્ટ પામે છે.

૨૦૧૨માં છેલ્લે થયેલી કાંદાની અછતને યાદ કરતાં પાટીલ કહે છે, ત્યારે સરકારે પાકિસ્તાનમાંથી કાંદાની આયાત કરી હતી. તે વેળા ભાજપ વિપક્ષમાં હતો અને તેણે તે વેળા આયાત-નિકાસ નીતિની જોરદાર ટીકા કરી હતી. એ જ નીતિ આજે પણ સતત પાંગળી બની ગઈ છે. આ કટોકટીને પહોંચી વળવા સરકારે કાંદાની નિકા સ પર પ્રતિબંધ જેવા પગલાં લીધા છે, આયાત વેરા પર ઘટાડો કર્યો છે, સ્ટોરેજ પર મર્યાદા લાદી છ અને તુર્કીમાંથી કાંદા મગાવવા જેવા પગલાં પણ લીધા છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે સરકારની ચાલ માત્ર ગ્રાહકોને સંતોષ આપવાની છે અને કાંદાના ભાવ જાન્યુઆરીના અંત સુધી ઓછા થવાના નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!