GSTV
Home » News » એક જ સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 30 ટકા જેટલો વધારો થયો

એક જ સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 30 ટકા જેટલો વધારો થયો

ડુંગળીના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક જ સપ્તાહમાં ડુંગળીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો સુધારો જોવા મળ્યો છે.

એક જ સપ્તાહમાં સૌરાષ્ટ્ર બાજુથી આવતી ડુંગળીના ભાવમાં ૨૦ કિલોએ રૂ. ૨૦થી ૩૦ તથા મહારાષ્ટ્ર બાજુએથી આવતી ડુંગળીના ભાવમાં ૨૦ કિલોએ રૂ. ૨૦થી ૪૦નો ઉછાળો જોવા મળ્યો છે.

દરમિયાન સ્થાનિક રિટેલ બજારમાં પણ તેની અસર જોવા મળી છે. એક સપ્તાહ પૂર્વે બારથી પંદર રૂપિયે પ્રતિકિલોની સપાટીએ જોવા મળી રહેલા ભાવ વધીને હાલ રૂ. ૧૮-૨૦ પહોંચી ગયેલા જોવા મળ્યા છે.

માર્કેટયાર્ડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે મે અને જૂનના સમયગાળામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા વિસ્તારોમાં ખૂબ ગરમી પડવાથી સ્ટોકિસ્ટો દ્વારા સ્ટોક કરાયેલી ડુંગળીનો બગાડ વધ્યો હતો. તેના કારણે નવી આવક આવે તે પૂર્વે વધતી ડિમાન્ડના પગલે ડુંગળીના ભાવમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે.

માર્કેટયાર્ડના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના સમયગાળામાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળતો હોય છે. આ વખતે પણ આ જ સમયગાળામાં વધતી ડિમાન્ડના પગલે ડુંગળીના ભાવમાં આગામી દિવસોમાં વધુ સુધારો જોવા મળે તેવી શક્યતા માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

આ વસ્તુઓથી મા લક્ષ્મીની પૂજા કરશો, તો ક્યારેય નહી આવે ધનની કમી

Mansi Patel

VIDEO : દિલ્હીમાં બન્યું એવું કે લોકો ગભરાઈ ગયા, એક યુવક સિંહના પાંજરામાં કૂદી સામે જઈ બેસી ગયો

Kaushik Bavishi

અહીં રહેતાં લોકો હવે નહી ખાઇ શકે Dominos Pizza, કંપની આ જગ્યાએ બંધ કરી દેશે આઉટલેટ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!