50 પૈસા કિલો ડુંગળીનો ભાવ સાંભળી ખેડૂતે લાગ્યો ધ્રાસકો, ઘરખરી લેવાના અરમાનો તૂટી ગયા

ડુંગળીના ભાવમાં થઈ રહેલા સતત ઘટાડાને પગલે ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ખાતે ચાલુ સિઝનમાં ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયુ છે જેના કારણે ખેડૂતોને ડુંગળી સડક ઉપર ફેકવા માટે મજબૂર બન્યા છે. ખેડૂતો માર્કેટ યાર્ડોમાં ડુંગળી આમને આમ ખુલ્લી મૂકીને જઈ રહ્યા છે. આવી જ સ્થિતિ લસણની પણ થઇ ગઇ છે. મધ્યપ્રદેશની નિમચ મંડીમાં લસણનો ભાવ નોંધપાત્ર ઘટીને પ્રતિ કિલો બે રૂપિયા થઈ ગઈ છે.  આ ઉપરાંત મંદસૌરમાં લસણના ભાવ પ્રતિ કિલો રૂપિયા ત્રણ બોલાઈ રહ્યા છે.

૧પ ક્વિન્ટલ ડુંગળી લઈને ખેડૂત નિમચ અાવ્યો હતો 

નિમચ જિલ્લાના ગામ કેલુખેડાથી ઈન્દરમલ પાટીદાર ૧પ ક્વિન્ટલ ડુંગળી લઈને નિમચ આવ્યા હતાં. તેમણે વિચાર્યુ હતુ કે, ડુંગળીનું વેચાણ કરીને જરૂરી વસ્તુઓની ખરીદી કરશે પરંતુ જ્યારે તે મંડીમાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે ડુંગળીના ભાવ પ્રતિ કિલો ફક્ત પ૦ પૈસા ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશના એક અધિકારીએ જણાવ્યુ કે, ડુંગળીના ભાવ ખેડૂતોને એટલા માટે નથી મળી રહ્યા છે ખેડૂતો ગત શિયાળમાં ઉત્પન્ન થયેલો માલ ઘણા સમય બાદ રિલિઝ કર્યો છે. અમે લોકો ડુંગળીના ભાવ ઉપર નજર રાખવામાં આવી રહી છે જેમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.

ડુંગળીનું વાવતેર કરવા માટે રૂ.૧પ,૦૦૦નો થતો ખર્ચ 

નોંધનીય છે કે, પ્રતિ વીધા ડુંગળીનું વાવતેર કરવા માટે રૂ.૧પ,૦૦૦નું ખર્ચ થાય છે. આ એક વિઘામાં લગભગ ૧પ ક્વિન્ટલ ડુંગળીનું ઉત્પાદન થવાની શક્યતા છે. અત્યારના ભાવ ઉપર નજર રાખીએ તો ખેડૂતોને માત્ર રૂપિયા ૭પ૦ મળી રહ્યા છે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter