GSTV
Home » News » ડુંગળીના ભાવ ગુજરાતના વેપારીઓને દઝાડશે, આપી દેવાઈ આ ધમકી

ડુંગળીના ભાવ ગુજરાતના વેપારીઓને દઝાડશે, આપી દેવાઈ આ ધમકી

એક તરફ ડુંગળીની આવક ઘટી રહી છે તો બીજી તરફ કાળાબજારીઓ સક્રિય થતા ડુંગળીના ભાવ ઉછળી રહ્યા છે. આવા કાળાબજારીઓ સામે અંકુશ મુકવા હિંમતનગરમાં તંત્ર દ્વારા ભાવ નિયંત્રણ મુદ્દે વેપારીઓને સુચના અપાઈ છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં ભારે વરસાદથી ડુંગળીના પાકને મોટાપાયે અસર થઈ છે. મોટા ભાગના વિસ્તારોમાં ડુંગળીનો પાક બગડતા તેની માંગ સામે આવક ઘટી છે. ડુંગળીની અછત સર્જાતા ભાવો પણ આસમાને પહોચ્યો છે.

સમગ્ર ભારતમાં હાલ તો વરસાદી માહોલ છવાયો છે અને વધુ વરસાદને લઈને તમામ શાકભાજી મોંઘીદાટ થઈ રહી છે. ત્યારે રસોડાની રાણી અને ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવો પણ આસમાને પહોચ્યા છે. જાણે લઈને ગ્રાહકો પણ પરેશાન થઈ ગયા છે. નોધનીય છે કે વધુ વરસાદને લઈને નાસિક, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા વિસ્તારમાં ડુંગરીનુ વાવેતરમાં નુકશાન જોવા મળ્યુ છે. આંમ તો વધુ વરસાદને લઈને ડુંગળી વાવેતર ભારે બગાડ થયો છે જેથી ડુંગળીની આવક પણ ગુજરાતમાં ઘટી છે. જેથી અછત સર્જાઈ છે જેથી ભાવ આસમાને પહોચ્યા છે અને જે ભાવો હજી એક મહિના સુધી ઘટે તેવી શક્યતા નથી.

આમ તો ડુંગરી એક એવી શાકભાજી છે કે જે તમામ શાકમાં વપરાતી હોય છે અને રોજ બરોજ ઘરમાં વપરાતી ડુંગળીને લઈને ગૃહિણીઓને પણ મોઘવારીનો માર પણ શહન કરવો પડ્યો છે. એકબાજુ તમામ શાકભાજી પણ મોધી થઈ છે તો ડુંગરી પણ 60 થી 70 રૂપિયે કિલો પહોચી છે જેને લઈને ગ્રાહકોને પણ મોધવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. તો ડુંગરીના ભાવમાં ઘટાડો થાય તેવી પણ સ્થાનિકોની માંગ છે. તો ઉપરથી જ આવક ઓછી આવે છે અને જે ભાવ છે એ વેપારીઓને પોષાય તેમ નથી. તો આ ઉપરાંત હાલ તો ડુંગરી પણ કોઈ ખરીદતુ નથી જેને લઈને પણ વેપારીઓમાં પણ હાલ તો ચીંતામાં છે.

ડુંગળીના ભાવો આસમાને જતા હવે સરકાર પણ હરકતમાં આવી છે અને ભાવ નિયંત્રણ લાવવા માટે ડુંગળીના જથ્થાબંધ વેપારીઓ અને એસોસીએશના પ્રમુખ સાથે બેઠક યોજવાની શરુ કરી છે. હિમતનગરમાં મામલતદાર કચેરીમાં મામલતદારની અધ્યક્ષતામાં ડુંગળીના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જે ભાવો છે તે ભાવો નિયંત્રણ રાખવા સુચના અપાઈ છે અને જો ભાવ વધુ હશે અને ઓચિંતી તપાસમાં ઝડપાશે તો તેમના સામે કાર્યવાહી કરવાની પણ સુચના વેપારીઓને આપી છે.

રોજબરોજ માં વપરાતી અને ગરીબોની કસ્તુરીના ભાવ વધારો થતા હવે ગરીબોને કઈ શાકભાજી લેવી તે સવાલ ઉભો થયો છે ત્યારે સરકારનું આ પગલું ગરીબોને સસ્તી ડુંગળી અપાવે છે કે પછી મોઘીદાટ જ ડુંગળી લેવી પડશે તે અગામી સમય જ બતાવશે. તો સામે વેપારીઓને હાલ ત હાલ તો કફોડી બની છે જો હજુ પણ વરસાદી માહોલ રહેશે તો ડુંગરીના હજુ પણ વઘે તેમાં નવાઈ નહિ.

READ ALSO

Related posts

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, વધુ સાત નેતાઓ ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હું આખા દેશમાં કોંગ્રેસમાં ધારુ ત્યાં ટીકિટ અપાવી શકું, અલ્પેશ ઠાકોરનો વધુ એક વીડિયો વાયરલ

Nilesh Jethva

અયોધ્યામાં મોટી સંખ્યામાં પોલીસ બંધોબસ્ત ગોઠવાયો, ધારા 144 લાગતા અનેક તર્ક વિતર્ક

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!