GSTV
Home » News » સામાન્ય લોકો ઉપર મંદીની સાથે મોંઘવારીનો બેવડો માર, ડૂંગળીના ભાવ પહોંચ્યા આસમાને

સામાન્ય લોકો ઉપર મંદીની સાથે મોંઘવારીનો બેવડો માર, ડૂંગળીના ભાવ પહોંચ્યા આસમાને

કાંદા ફરી એક વખત રાતા પાણીએ રડાવવા તૈયાર છે. રામ મંદીરના ચુકાદાના કારણે એકાદ બે દિવસ પાયાની સમસ્યા ભલે વિસરાઇ જાય પણ વળી પાછુ આ જ વાસ્તવિકતાનો સામનો તો કરવાનો જ છે. કારણ સવાર પડેને શાકભાજી લેવા જઇએ ભાવ સાંભળીને આંખમાં પાણી આવી જાય એમ છે.

છૂટક બજારમાં કાંદાનો ભાવ કિલોદીઠ 80 રૂપિયાએ પહોંચી ગયો છે. જે ઝડપથી કાંદાના ભાવ વધ્યા છે. તે જોતા કાંદાના ભાવને સદી ફટકારતા વાર નહીં લાગે. સરકારે શરૂઆતમાં સ્થિતિને પારખી નથી અને મોડે મોડે આયાતના ઓર્ડર આપ્યા છે. પણ ત્યાં સુધીમાં કાંદાનું સંકટ હાથમાંથી બહાર નીકળી ગયું છે અને મધ્યમ વર્ગ માટે તો મંદીની સાથે સાથે મોંઘવારીનો બેવડો માર પડી રહ્યો છે. અતિવૃષ્ટિની સ્થિતિમાં આ વર્ષે કાંદાના ઉત્પાદનમાં 40 ટકાની ઘટ આવે તેવી સંભાવના છે. છેલ્લા ત્રણ મહીનામાં કાંદાના ભાવમાં ચાર ગણો વધારો થયો છે. ઓગસ્ટમાં 20થી 25 રૂપિયે કિલો મળતા કાંદા 80નો આંકડો વટાવી ગયા છે. ભાવ બેકાબુ થતા રહી રહીને સરકાર જાગી છે અને ઇરાન, તુર્કી, અફઘાનિસ્તાન અને ઇજિપ્તથી કાંદા ખરીદવામાં આવી રહ્યા છે.

કાંદા આટલા મોંઘા કેમ ?

વેપારીઓનું કહેવું છે કે દેશભરમાં કમોસમી અને અનરાધાર વરસાદના કારણે કાંદાની ખેતી બરબાદ થઇ ગઇ છે. જેની અસર ભાવમાં દેખાઇ રહી છે. ઓક્ટોબર અને નવેમ્બરના વરસાદે ખરીફ મોસમનો ઊભો પાક બરબાદ કરી નાંખ્યો છે. વરસાદના કારણે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં વાવેલા કાંદાના પાક પર પણ થઇ. આ પાક ઓક્ટોબરમાં બજારમાં આવવાનો હતો તે થયો જ નહીં અને સડી ગયો. કાંદાની નિકાસ પર તો પહેલેથી જ પ્રતિબંધ છે. એટલે સવાલ થાય કે નિકાસ થતી ન હતી અને છતાં ય માગ હતી તો આ ભાવ ક્યાં જઇને અટકશે.

હવે ખેડૂતો ફરીથી કાંદાની વાવણીમાં લાગ્યા છે. હવે જો મોસમ સાથ આપશે તો ફેબ્રુઆરીની મધ્યમાં નવો પાક આવશે. એટલે કે હજુ લાંબો સમય કાંદા રડાવશે. ફેબ્રુઆરીને આવવાને હજુ વાર છે. સરકાર હજુ પણ કાંદાના ભાવના મુદ્દે ખાસ ગંભીર હોય એમ લાગતું નથી. આટલા મહત્ત્વના મુદ્દે ખામોશ છે. હકીકતમાં તો અત્યાર સુધીમાં તો કાંદાના ભાવને કાબુમાં રાખવા આયોજન થઇ જવું જોઇતું હતું. દેશના નેતાઓએ યાદ રાખવું જોઇએ કે કાંદાએ ઇન્દિરા ગાંધીથી લઇને શીલા દિક્ષિત સુધીના નેતાઓને આંખે પાણી લાવી દીધા છે. ત્યારે રડવાનો વારો એકલો પ્રજાનો નહીં હોય નેતાઓ પણ લપેટામાં આવી જશે.

એપીએમસીમાં કાંદાની આવક (ક્વિન્ટલમાં)

વર્ષપુરવઠોલઘુતમ ભાવઅધિકતમ ભાવસરેરાશ ભાવ
201538,30,895262345423848
201665,12,992518907724
201757,40,151112418331548
201860,48,97187412781099
20193152,852201129562613

READ ALSO

Related posts

અમદાવાદના ચકચારી હિટ એન઼્ડ રન કેસમાં આજે આવી શકે છે ચુકાદો

Nilesh Jethva

જુઓ આ વીડિયો, મોદીએ જ ભાજપના અમિત શાહની ખોલી દીધી પોલ, 25 વર્ષ પહેલાં….

Karan

આ કારણે સિદ્ધાર્થ અને અસીમ રિયાઝ લડી રહ્યાં છે, વિંદૂ દારા સિંહે જણાવ્યું કારણ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!