GSTV
Gujarat Government Advertisement

ભાવ ઘટે તેવી ઠગારી આશા છોડી દો, ભારતની આ જગ્યાએ તો ડુંગળીએ રોકેટ ગતિ પકડી લેતા ભાવ 200 થઈ ગયા છે

Last Updated on December 9, 2019 by Mayur

ડૂંગળીના ભાવ ઘટવાનું નામ જ લેતા નથી. ભાવમાં સતત વધારો થતા ગૃહિણીઓને અગાઉ કરતાં વધુ પૈસા ચૂકવવા પડે છે. આજે તામિલનાડૂના મદુરાઇ અને કર્ણાટકના બેંગલુરૂમાં ડૂંગળીનો કિલોનો ભાવ રૂપિયા 200 પહોંચ્યો હતો. કર્ણાટક રાજ્યના એક અિધકારીએ કહ્યું હતું કે બજારમાં ડૂંગળીનો ઓછો જથ્થો પહોંચતા ભાવ આકાશને સ્પર્શી રહ્યા હતા.

જથ્થાબંધ ભાવ કિલોએ 5500થી લઇ 14000 રૂપિયા રહ્યો હતો. શહેરમાં છુટક ભાવ કિલો દીઠ રૂપિયા 200 થયો હતો. આમ સામાન્ય ગૃહિણીઓથી લઇ પૈસાપાત્ર ઘરોના રસોડાની રાણીએ આજે સૌ મહિલાઓને ખરેખર રડાવી હતી. ડૂંગળીના વધતા જતાં ભાવના કારણે હવે ઘરની રસોઇમાંથી ડૂંગળી ગાયબ થઇ ગઇ છે.

 દુકાનવાળા પણ હવે ડૂંગળીને બદલે કોબી આપી રહ્યા છે. એક અિધકારીએ કહ્યું હતું કે આગામી જાન્યુઆરી સુધી ડૂંગળીના ભાવમાં ઘટાડો થવાની કોઇ જ શક્યતા દેખાતી નથી.કેન્દ્ર સરકારે તુર્કીમાંથી ડૂંગળીની આયાત તો કરી છે, પરંતુ જાન્યુઆરી પહેંલા તે જથૃથો આવશે નહીં.એક અંદાજ અનુસાર, આખા દેશમાં આશરે 150 મેટ્રિક ટન ડૂંગળીની જરૂર પડે છે. કર્ણાટકમાં 20.19 લાખ મેટ્રિક ટન ડૂંગળીનું ઉત્પાદન થયું હતું. પરંતુ ઊભા પાકને નુકસાન થતાં લગભગ પચાસ ટકા ડૂંગળી ખરાબ થઇ ગઇ હતી. પરિણામે આખા દેશમાં ડૂંગળીની અછત વર્તાઇ હતી.

ડુંગળી પછી લસણનો વારો : બિહારમાં ચોરો 64 થેલા લસણ ચોરી ગયા

ડૂંગળી અને લસણના ભાવમાં ખૂબ વધારો થતાં હવે રસોડાની રાણી તેમજ લસણ પણ સલામત રહ્યા નથી. ચોરે એ હવે રોકડ રકમને બદલે ખાદ્ય પધાર્થોની ચોરી કરવાની શરૂઆત કરી હતી. રાજ્યના કૈમુર જિલ્લાના કુદરા પોલીસ સ્ટેશન હેઠળના એક સ્ટોરમાંથી ચોરો લસણના 64 થેલા ઉપાડી ગયા હતા. ચોરોએ 1920 કિલો લસણની ચોરી કરતાં જિલ્લામાં હોબાળો થયો હતો. નવાઇ વાત તો એ હતી કે ચોરો લસણની ચોરી કરવા ત્રણ ચોર કારમાં આવ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નાપાક ડ્રેગનની ચાલ/ કપટી ચીને ભારતની સીમા તટે શરૂ કરી બુલેટ ટ્રેન, અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ભારતીય સૈનિકોની બાજ નજર

pratik shah

BIS Scientist Application 2021: ભારતીય માનક બ્યૂરોમાં વૈજ્ઞાનિક પદો માટે આવેદન માટેનો છે આજે છેલ્લો દિવસ, જાણો કઈ રીતે કરશો અરજી

pratik shah

બોલિવુડની અભિનેત્રી પાયલ રોહતગીને સોસાયટીના ચેરમેન સાથે ઝગડો કરવો પડ્યો ભારે, ગાળો ભાંડ્યા પછી થઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!