GSTV
Home » News » આગામી સિઝનમાં ખેડૂતો ડુંગળી અને લસણનું વાવેતર ઘટાડશે

આગામી સિઝનમાં ખેડૂતો ડુંગળી અને લસણનું વાવેતર ઘટાડશે

ગુજરાતમાં હાલમાં લેટ ખરીફ સિઝનની વાવણી અંતિમ તબક્કામાં છે. હાલમાં ડુંગળીની ઓફ સિઝન છે. હવે ખરીફ સિઝનની ડુંગળી એક માસ બાદ આવશે. હાલમાં નાફેડ સંગ્રહ કરેલો 14 હજાર ટનનો માલ નાશિકમાં વેચી રહી છે. ડુંગળીમાં પણ નિકાસ માર્કેટના અભાવે હાલમાં ભાવ નીચા ચાલી રહ્યાં છે. સરેરાશ ડુંગળીમાં 40 રૂપિયાથી લઇને 120 રૂપિયા સુધીનો ખેડૂતોને ભાવ મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં વર્ષે પાણીની તંગી વચ્ચે વાવેતર ઘટે તેવી પૂરી સંભાવના વચ્ચે બિયારણ માટે સંગ્રહ કરાયેલી ડુંગળી પણ ખેડૂતો કાઢી રહ્યાં છે. ખેતરમાંથી નીકળેલી ડુંગળી જો 15 થી 20 દિવસમાં વેચાઇને વાપરવામાં ન આવે તો સડી જાય છે.

દેશમાં ડુંગળીની સ્થિતિ પર નજર કરીએ. દેશમાં 220 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 13 લાખ ટન ડુંગળી પાકે છે. હાલમાં ગુજરાતમાં ડુંગળીની ઓફ સિઝન છે. તેમ છતાં ભાવ નીચા ગયા છે. ત્યારે રવિ સિઝનમાં નવેમ્બર, ડિસેમ્બરમાં વાવણીને ફટકો પડશે. ગુજરાતમાં ત્રણેય સિઝનમાં ડુંગળીનું વાવેતર થાય છે. કર્ણાટકમાં ડુંગળીની નવી આવકનો પ્રારંભ થયો છે. નાફેડે 14 હજાર ટન ડુંગળી વેચવા માટે કાઢી છે અને જુનો સ્ટોક ખેડૂતો પાસે પેન્ડિંગ છે.

ગરીબોની કસ્તુરી અત્યારે પાણીના મોલે વેચાઈ રહી છે. ત્યારે આગામી સિઝનમાં ખેડૂતો ડુંગળી અને લસણનું વાવેતર ઘટાડી દેશે. ખરીફ સિઝનની ડુંગળીના પણ ખેડૂતોને ભાવ મળે તેવી સંભાવના નથી. નિકાસની માંગ ન હોવાથી આગામી સમયમાં ભાવમાં સુધારો નહીં થાય.તેમ મનાય છે. આ વર્ષે ખેડૂતો રવિ સિઝનમાં અન્ય પાકની વાવણી તરફ આગળ વધશે. જો કે ડુંગળીના વધેલા ભાવથી ડિહાઈડ્રેસન સાથે સંકળાયેલા વેપારીઓને ફાયદો થશે. જો કે રાજ્ય સરકાર જ્યાં સુધી રાહત ન આપે ત્યાં સુધી ખેડૂતોએ તો રડવાનો જ વારો આવશે.

 

Related posts

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!