GSTV

ડુંગળીનો ભાવ આસમાને : કિલોના અધધધ 165 રૂપિયા

Last Updated on December 7, 2019 by Mayur

ડૂંગળીના ભાવમાં ઘટાડો થાય એવો એક પણ સંકેત મળતો નથી,ત્યારે આજે ડૂંગળીના ભાવ કિલો દીઠ રૂપિયા 165 પર પહોંચી ગયો હતો. આમ રસોડાની રાણીએ ગૃહિણીના બજેટમાં ખાતર પડી છે.જો કે સરકારે ડૂંગળીના ભાવ પર અંકુશ મેળવવા આયાત કરવા આયોજન કર્યું હતું. સરકારે આજે સંસદમાં કહ્યું હતું કે દેશમાં લોકોને ડૂંગળી મળી રહે એ માટે તેની આયાત કરાઇ રહી છે. 20 જાન્યુઆરી સુધીમાં ભારતમાં આયાતી ડૂંગળી ઉપલબ્ધ થઇ જશે, એમ એક અધિકારીએ કહ્યું હતું.

ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર, ડૂંગળીનો ભાવ છુટકમાં કિલો દીઠ એક સો રૂપિયા હતો જ્યારે ડૂંગળીના મુખ્ય ઉત્પાદન કેન્દ્ર મહારાષ્ટ્રના નાસિકમાં જથ્થાબેધ ભાવ કિલો દીઠ રૂપિયા 75 હતો. વિવિધ શહેરોમાં ડૂંગળીના ભાવ નીચે મુજબ હતા.ગોવામાં કિલો દીઠ રૂ. 165, આંદામાનના માયાબજારમાં કિલો દીઠ રૂ.160 અને કેરળમાં કિલો દીઠ રૂપિયા 150ની આસપાસ. કોલકાતામાં રૂ.140 અને ઉત્તર પ્રદેશમાં કિલો દીઠ રૂપિયા 120માં ડૂંગળી વેચાઇ હતી.

‘નિશંકપણે ડૂગળીના ભાવ ખૂબ ઊંચા થયા છે.તેનું મુખ્ય કારણ છે પાક નિષ્ફળ. મહારાષ્ટ્રમાં  અતિ ભારે વરસાદ પડતાં પાક ધોવાઇ ગયો હતો. દેશમાં સૌથી વધુ ડૂંગળીનો પાક મહારાષટ્રના નાસિકમાં થાય છે. જો કે સરકારે બફર સ્ટોકમાંથી પુરવઠો પુરો  પાડયો હતો અને સરકારી કંપની એમએમટીસીને તુર્કીથી ડૂંગળીની આયાત કરવા કહ્યું હતું. પરિમામે 1.2 લાખ ટન ડૂંગળીની આયાત થશે જેથી ભાવ પર અંકુશ આવે અને લોકોને પુરતી માત્રામાં ડૂગળી મળી રહે. ગુરૂવારે ગૃહમંત્રી અમીત શાહના નેતૃત્વ હેઠળ મંત્રીઓના સમુહની બેઠક મળી હતી અને આયાત કરવાની ડૂંગળી અંગે ચર્ચા કરી હતી.

READ ALSO

Related posts

જવાબદાર કોણ? : સુરત બાદ હવે રાજકોટમાં બસમાં લાગી ભીષણ આગ, એકાએક આગ લાગતા મચી ગઇ દોડધામ

Dhruv Brahmbhatt

રસીકરણ/ દેશમાં અત્યાર સુધી 161 કરોડથી વધુ લોકોને અપાયો કોરોના વેક્સિન ડોઝ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા

Bansari

Third Wave/ કોરોનાની ત્રીજી લહેરમાં કાલે નોંધાશે સૌથી વધુ કેસ, જાણો કોણે અને શા માટે કર્યો આ દાવો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!