GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ ડુંગળીના ભાવ ન વધે માટે મોદી સરકારની આગોતરી તૈયારી, આ 5 રાજ્યોને થયા આ આદેશ

Last Updated on May 1, 2021 by Harshad Patel

કેન્દ્ર સરકાર દર વચ્ચે ડુંગળીના ભાવ વધારાની મુશ્કેલીને ટાળવા માટે આગોતરી તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં રાજસ્થાન સહિત ડુંગળીની ખેતી કરનાર પાંચ રાજ્યોને આગામી ખરીફ સીઝન દરમિયાન તેનું વાવેતર 9,900 હેક્ટર વધારવા જણાવ્યું છે. જેથી ભાવમાં અતિશય વધારાની સ્થિતિથી બચી શકાય છે.

રાજ્યોને જ ડુંગળીનું ઉત્પાદન વધારવા કહ્યુ

ખરીફ સીઝનમાં કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ મુખ્ય ડુંગળી ઉત્પાદક રાજ્ય છે. જ્યારે રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ બિન-પરંપરાગત રીતે ડુંગળીનુ ઉત્પાદન કરનાર રાજ્યો છે. સરકારે ડુંગળીની નિયમિત રીતે મોટા સ્તરે ખેતી ન કરનાર રાજ્યોને જ ડુંગળીનું ઉત્પાદન વધારવા કહ્યુ છે.

ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં ડુંગળીનો વાવેતર વિસ્તાર વધારીને 51,000 હેક્ટર કરો

તેની સાથે જ તેમણે પાક વર્ષ 2021-22 (જુલાઇ-જૂન)ની આગામી ખરીફ સીઝન માટે એક રણનીતિ તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું છે કે, જો કુદરતી આપત્તિઓના કારણે પરંપરાગત ડુંગળી ઉત્પાદક ક્ષેત્રોમાં ઉપલબ્ધતા પ્રભાવિત થાય તો તેનાથી મદદ મળશે. સરકારે પાંચ બિન- પરંપરાગત ઉત્પાદક રાજ્યોને ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં ડુંગળીનો વાવેતર વિસ્તાર વધારીને 51,000 હેક્ટર કરવા જણાવ્યું છે. જે એક વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં 41,081 હેક્ટર હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!