GSTV

જો આવી રીતે કરશો ડુંગળીની ખેતી તો માલામાલ થશો, 38 હજારના ખર્ચામાં લાખોની કમાણી

કહેવાય છે કે, મન હોય તો, માળવે જવાય…આવું જ કંઈક બન્યું છે મધ્ય પ્રદેશમાં. જ્યાં ભોપાલના દેવલખેડી જિલ્લાના એક ખેડૂત વિનોદ કુશવાહાએ સાબિત કરી બતાવ્યું છે કે, તે ડૂંગળીની સારામાં સારી ખેતી કરીને મબલખ કમાણી કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, એક સમયે તેઓ એક એકર જમીનમાં ડૂંગળીની ખેતી કરતો હતો. આ ખેતીથી તેને સરેરાશ એક 40 ક્વિંટલ ઉત્પાદન થયું હતું. જેની બજાર કિંમત 3500 રૂપિયા પ્રતિ ક્વિંટલ મળ્યા હતા. આ રીતે તેની કુલ આવક 1,40,000 રૂપિયા થઈ, જ્યારે તેનો ઉગાડવાનો ખર્ચ લગભગ 38,700 રૂપિયા આવ્યો છે. આમ આ રીતે તેને 1,02,300 રૂપિયાનો ચોખ્ખો ફાયદો થયો છે.

યોગ્ય બિયારણની પસંદગી

વિનોદ કુશવાહ જણાવે છે કે, સારામાં સારો નફો મેળવવા માટે સારા પાકની પસંદગી કરવી જરૂરી છે, સૌથી પહેલા ખેતી માટે 10*10 આકારની ક્યારી બનાવવાની હોય છે. ત્યાર બાદ એક એકર જમીનમાં 5 કિલોગ્રામ બીજનો ઉપયોગ કરવો પડે છે. તેઓ આ બિયારણનો ઉપયોગ કર્યા પહેલા તેને જંતૂનાશક દવાઓથી તેને બચાવે છે. ત્યાર બાદ જ બિયારણને ક્યારીઓમાં રોપે છે. આમ આ રીતે 30થી 35 દિવસમાં આ કમ પતી જાય છે.

આ રીતે જમીન તૈયાર કરો

ત્યાર બાદ તૈયાર થયેલા આ છોડને સમતલ જમીનમાં કે, જ્યાં સરળતાથી પાણી પર પહોંચી શકે ને જમીનને સમથળ બનાવી હળ અને 2 જોડવાળું કલ્ટીવેટરથી પાટા લગાવી જમીનને સમતળ કરો, બાદમાં તેમાં સંતુલિત પોષક તત્વોનો છંટકાવ કરો.ત્યાર બાદ તૈયાર ખેતરમાં છોડની રોપણી કરો અને ટ્યૂબવેલ દ્વારા સમયાંતરે તેમાં સિંચાઈ કરો.

જંતૂનાશક દવાનો ઉપયોગ

સલ્ફર અને 20 કિલોગ્રામ જિંક પ્રતિ એક એકર તેનો ઉપયોગ કરો. પાકને કિટ અને રોગથી બચાવવા માટે સારામાં સારી કિટનાશકનો ઉપયોગ કરો. આવી રીતે છોડને રોપવાથી પાક 2.5 થી 3 મહિનામાં પાક તૈયાર થઈ જાય છે. ત્યાર બાદ તેને ખોદી ખેતરમાં જ ખુલ્લામાં રાખી મુકવું. બાદમાં 10થી 15 દિવસ આવી રીતે રાખ્યા બાદ તેને મશીનમાં નાખી કાઢી શકો છો.

READ ALSO

Related posts

Video: લોકડાઉનમાં ગીરના રસ્તા સુમસામ બનતા જંગલના સિંહો રોડ ઉતર્યા

Ankita Trada

અમદાવાદમાં કોરોના પોઝિટીવ આવેલા 5 વ્યક્તિઓના નામ અને સરનામા થયા જાહેર, રાખજો સાવચેતી

Karan

પીએમ મોદીએ ભલે લાઈટો બંધ કરવાનું કહ્યું પણ તમે ના કરતા આ ભૂલો, નહીં તો થશે મોટુ નુક્સાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!